HomeGujaratમોરબીમાં 16 વર્ષ બાદ રઘુવંશી યુવક મંડળ દ્વારા સમુહ યગ્નો પવિત સંસ્કારનું...

મોરબીમાં 16 વર્ષ બાદ રઘુવંશી યુવક મંડળ દ્વારા સમુહ યગ્નો પવિત સંસ્કારનું આયોજન, 48 બટુક જનોઈ ધારણ કરશે

મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા તા.3 મેના રોજ રવાપર ઘુંડલા રોડ ખાતેના વૈદહી પાર્ટી પ્લોટ ખાતે પાંચમા સમૂહ યગ્ન પવિત સંસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 16 વર્ષ બાદ યોજાઇ રહ્યું છે અગાઉ સમૂહ જનોઈ ધારણ કાર્યક્રમ વર્ષ 2010માં યોજાયો હતો. આ વર્ષના મંડળના આયોજનમાં કુલ 48 બટુક યગ્નોપવિત સંસ્કાર ગ્રહણ કરી જનોઈ ધારણ કરશે.

તા. 2 મેના રાત્રિના આઠ થી શરૂ થનારા કાર્યક્રમમાં રાત્રિના સમયે રાસ રમઝટનું આયોજન કરાયું છે જ્યારે તા.3 મે રવિવારના રોજ સવારે 6:45ના રોજ મંડપ મુર્હૂત થશે. સવારે 8:45 વાગ્યે ગૃહ શાંતિ અને સવારે 9:45 વાગ્યે યોગ્નોપવિત સંસ્કાર કાર્યક્રમ યોજાશે. જ્યારે દાતાઓના સન્માન સમારોહ સવારે 11 કલાક દરમિયાન યોજાશે. 11:45ના રોજ કાશ્મીર યાત્રા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંત મહામંડલેશ્વર જાનકીદાસ મહારાજ સાધ્વીજી હંસાગીરી માતાજી ઉપસ્થિત રહી આર્શીર્વચન પાઠવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW