મોરબી જિલ્લામા વીજ વપરાશ વધતાની સાથે સાથે વીજચોરીનું પ્રમાણ પણ વધ્યું છે. અને દિવસે દિવસે તેમાં વધારો થતો હોવાનું પીજીવીસીએલના ધ્યાનમાં આવતા વીજ ચેકિંગની કામગીરી વધારી છે. થોડા સમયમાં ફરી વીજ ચેકિંગ ટુકડી ત્રાટકી હતી. જેમાં વીજ ચેકિંગ કર્યા બાદ ફરી એકવાર મોરબી જિલ્લામાં ફરી એકવાર પીજીવીસીએલની સર્કલ વિભાગે મોરબી જામનગર કચ્છ જિલ્લાની એમ અલગ અલગ 30 ટીમ બનાવી મોરબી શહેર ગ્રામ્ય હળવદ ચરાડવા ટંકારા વાંકાનેર માળિયા સહિતના અલગ અલગ વિસ્તારમાં ચકાસણી કામગીરી હાથ ધરી હતી. જેમાં 2577 રહેણાંક,106 કોર્મીશ્યલ, 10 ખેતીવાડી સહિત કુલ 2693 કનકેશન ચેક કર્યા હતા. 282 રહેણાંક,14 કોમર્શિયલ અને 01 ખેતીવાડી સહિત 297 કનેક્શનમાં ગેરરીતી બહાર આવી હતી. મોરબી પીજીવીસીએલએ મોરબી જિલ્લામાં 6થી 10 જૂન દરમિયાન રૂ.79 લાખની વીજચોરી ઝડપી પાડી હતી અને આ તમામ વીજચોરી કરતા લોકોના કનેક્શન કટ કરી દંડ ફટકાર્યો હતો.

