HomeGujaratવાંકાનેર-સિંધાવદર સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે રેલ ઓખા- દિલ્હી સુપરફાસ્ટ રદ,7 ટ્રેન...

વાંકાનેર-સિંધાવદર સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે રેલ ઓખા- દિલ્હી સુપરફાસ્ટ રદ,7 ટ્રેન રી-સીડ્યુલ


રાજકોટ ડિવિઝનના વાંકાનેર-સિધાવદર સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે રેલ વ્યવહારને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થવાની સંભાવનાને પગલે રેલ્વે વિભાગે લબે ટ્રેન રદ કરી છે જયારે 7 ટ્રેનને શીડ્યુલ કર્યું છે તો 5 ટ્રેન મોડી થશે જે ટ્રેન તેની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:

• 07.06.2022 ની ટ્રેન નંબર 09523 ઓખા – દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ.

• 08.06.2022 ની ટ્રેન નંબર 09524 દિલ્હી સરાઈ રોહિલ્લા – ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ.

રીશેડ્યુલ કરેલ ટ્રેનો:

• 08.06.2022 ની ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ – ઓખા સૌરાષ્ટ્ર મેલ મુંબઈ સેન્ટ્રલથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.

• 09.06.2022 ની ટ્રેન નંબર 19252 ઓખા – સોમનાથ એક્સપ્રેસ ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 30 મિનિટ મોડી ઉપડશે.

• 09.06.2022 ની ટ્રેન નંબર 12905 પોરબંદર – શાલીમાર એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી ઉપડશે.

• 07.06.2022 ની ટ્રેન નંબર 22906 શાલીમાર – પોરબંદર એક્સપ્રેસ શાલીમારથી તેના નિર્ધારિત સમય કરતાં 4 કલાકે મોડી ઉપડશે.

• 08.06.2022 ની ટ્રેન નંબર 11464 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ જબલપુરથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક મોડી ઉપડશે.

• 09.6.22022 ની ટ્રેન નંબર 16333 વેરાવળ – તિરુવનંતપુરમ એક્સપ્રેસ વેરાવળ તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક મોડી ઉપડશે.

• 09.06.2022 ની ટ્રેન નં.11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ સોમનાથથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી ઉપડશે.

માર્ગ માં લેટ થનારી ટ્રેનો:

• 08.06.2022 ની ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ – પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.

• 09.06.2022ની ટ્રેન નંબર 20913 રાજકોટ – દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.

• 09.06.2022ની ટ્રેન નંબર 19218 વેરાવળ – બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.

• 09.06.2022ની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.

• 09.06.2022ની ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ તારીખો ટ્રેનોના મૂળ સ્ટેશન પરથી ઉપડવાની છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW