નેપાળમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે પોખરાથી જોમસોમ જઈ રહેલી તારા એરલાઈન્સની 9 NAETનો સંપર્ક તૂટી ગયો છે. આ વિમાને સવારે 9.55 કલાકે ઉડાન ભરી હતી. ગુમ થયેલા વિમાનમાં ચાર ભારતીય, ત્રણ જાપાની અને બાકીના નેપાળી નાગરિકો હતા. ડબલ એન્જિનવાળા વિમાનમાં ક્રૂ સહિત કુલ 22 મુસાફરો હતા.
નેપાળ આર્મી એક્શનમાં: નેપાળના ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદિન્દ્ર મણિ પોખરેલે જણાવ્યું હતું કે ગુમ થયેલા પ્લેનને શોધવા માટે મુસ્તાંગ અને પોખરામાં બે ખાનગી હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. શોધ માટે નેપાળ આર્મીના હેલિકોપ્ટરને પણ તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

સ્પેશ્યલ ઓપરેશન: નેપાળી સેનાનું એક Mi-17 હેલિકોપ્ટર મસ્તાંગ માટે રવાના થયું છે. આ હેલિકોપ્ટર ગુમ થયેલા વિમાનની શોધ કરશે
અધિકારીની ચોખવટ: પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે પ્લેનને મુસ્તાંગ જિલ્લાના જોમસોમના આકાશ પર જોવામાં આવ્યું હતું અને પછી ધૌલાગીરી પર્વતથી વળ્યા બાદ તેને માઉન્ટ ધૌલાગીરી તરફ વાળવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો. તે જ સમયે, જિલ્લા પોલીસ કાર્યાલય મુસ્તાંગના ડીએસપી રામ કુમાર દાનીએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે અમે સર્ચ ઓપરેશન માટે વિસ્તારમાં હેલિકોપ્ટર તૈનાત કરી રહ્યા છીએ.

