HomeGujaratહળવદ: વાડીએ રખોપુ કરવા ગયેલ યુવકની લોહીથી લથબત હાલતમાં લાશ મળી હત્યા...

હળવદ: વાડીએ રખોપુ કરવા ગયેલ યુવકની લોહીથી લથબત હાલતમાં લાશ મળી હત્યા થયાની શકયતા પ્રબળ

મોરબી જિલ્લામાં ગુનાહિત કૃત્ય દિવસે દિવસે વધી રહ્યા છે મોરબીના બી ડિવિઝન પોલીસ મથકે 2 દિવસ પહેલા એક પતિએ તેની પત્નીને ધોકા મારી પતાવી દીધી હતી તો ઊંચી માંડલ ગામ પાસે એક યુવાને તેની પત્નીના મોબાઈલ નમ્બર માગતા યુવકને ટપારતા આરોપીઓએ યુવકને છરીના ઘા ઝીકી દેતાં યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હજુ આ બનાવ ઓછોહોય તેમ આજે હળવદ તાલુકાના નાના એવા ઘણાંદમા ૨૫ વર્ષીય યુવાનની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી હત્યા કે અન્ય કોઈ કારણ વિશે તપાસ હાથ ધરવાની તજવીજ હાથ ધરી હતી.


પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ઘણાંદ ગામે વાડીમાં રખોપા કરવા ગયેલો રાજુભાઇ ઝીઝરીયા નામનો 25 વર્ષનો આશાસ્પદ યુવાન મોડી સવાર સુધી ઘરે નહી આવતા ચિંતિત માતા વાડીએ ગયા અને ગોદડી ઓઢીને સુતેલા યુવાનને ઉઠાડવા જતાં લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો જેથી માતાની કાળી ચીસ નીકળી જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા જોકે લોહી લુહાણ હાલતમાં યુવાનની લાશ જોતા તુરત પોલીસને જાણ કરી હતી જે બાદ હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થ ખસેડવામાં આવ્યો હતો. યુવકની હાલત જોતા તેની કોઈ અજાણ્યા શખ્સો ઢોરમાર મારી હત્યા કરી હોય તેવી શક્યતા પ્રબળ બની છે. જોકે આ અંગે હજુ કોઈ સતાવર જાહેરાત થઈ ન હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW