HomeNationalપુલવામાંમા ફાયરિંગ: 15 કલાકમાં બીજી ઘટના પોલીસકર્મી શહીદ

પુલવામાંમા ફાયરિંગ: 15 કલાકમાં બીજી ઘટના પોલીસકર્મી શહીદ

કાશ્મીરમાં આતંકીઓએ 15 કલાકની અંદર ટાર્ગેટ કિલિંગની બીજી ઘટનાને અંજામ આપ્યો છે. પુલવામામાં શુક્રવારે સવારે આતંકીઓએ ઘરમાં ઘુસીને એક પોલીસકર્મીને ગોળી મારી દીધી હતી. આમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે રિયાઝ અહેમદ થોકર ગુદુરા સ્થિત તેના ઘરે હાજર હતો. આ દરમિયાન કેટલાક આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની હાલત નાજુક હતી. સુરક્ષા દળોએ આતંકીઓની શોધમાં ઓપરેશન શરૂ કરી દીધું છે. આ પહેલા બડગામમાં ગુરુવારે સાંજે કાશ્મીરી પંડિત કર્મચારી રાહુલ ભટ્ટની ઓફિસમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW