HomeGujaratમોરબીની સિરામિક ફેક્ટરીમાં ૧૩ વર્ષની માનસિક બીમાર સગીરા સાથે નરાધમ પિતા-પુત્રએ ગુજાર્યુ...

મોરબીની સિરામિક ફેક્ટરીમાં ૧૩ વર્ષની માનસિક બીમાર સગીરા સાથે નરાધમ પિતા-પુત્રએ ગુજાર્યુ દુષ્કર્મ

મોરબીની એક સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા એક મહિલા સાથે જ પ્રેમીની જેમ રહેતા શખ્સ તથા પુત્રએ મહિલાની 13 વર્ષની સગીરવયની માનસિક બીમાર દીકરી સાથે હેવાનિયત ભર્ય કૃત્ય કર્યાની ઘટના સામેં આવતા ચકચાર મચી ગઈ છે.બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સિરામિક ઝોન વિસ્તારમાં આવેલ એક સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતી એક મહિલાને મૂળ સુરેદ્નનગરના વતની અને સાથે કામ કરતા કમલેશ કરશન વાઘેલા નામના શખ્સ સાથે આંખ મળી જતા એક ઓરડીમાં તેના પુત્ર સાથે રહેવા લાગ્યો હતો. જોકે મહિલાને સપનામાં ખ્યાલ ન હતો જે શખ્સને પોતાનો સમજી ઘરમાં રાખ્યો છે. તે એક કાળોતરો નાગ બનીને ઘરની દીકરીને જ ડંખી જશે નરાધમ શખ્સે મહિલાની ૧૩ વર્ષની સગીર તેમજ માનસિક બીમાર દીકરીને અગાઉ પોતાની વાસનાનો શિકાર બનાવી પીખી નાખી હતી હજુ આ ઓછું હો તેમ આરોપીના નરાધમ પુત્રે પણ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી જોકે આ ઘટના અંગે મહિલાને લાંબા સમય સુધી ખ્યાલ આવ્યો ન હતો જોકે સગીરાની તબિયત લથડતી હોવાથી માતાએ દીકરીની પુછપરછ કરતા આખું કારસ્તાન સામે આવ્યું હતું મહિલા આખી હકીકત સાંભળી નિશબ્દ બની ગઈ હતી જોકે માનસિક બીમાર ૧૩ વર્ષની દીકરી સાથે આવું કૃત્ય કરનાર બન્ને પિતા પુત્રને પાઠ ભણાવવાનું નક્કી કરી બન્ને શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે તાલુકા પોલીસે ગુન્હો નોધી સગીરાનું મેડીકલ ચેક અપ કરવા તેમજ બન્ને આરોપી પિતા પુત્રની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW