રાજ્યમાં આવેલી આઈટીઆઈના આચાર્યનો બે દિવસનો વર્કશોપ યોજાયો હતો. જેમાં પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ 3 આઈટીઆઈને રૂપિયા 25 લાખના પારિતોષિક એનાયત કર્યાં છે. જેમાં સૌરાષ્ટ્રની એક પણ આઈટીઆઈનો સમાવેશ થતો નથી.

પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ આપેલા રૂપિયા 25 લાખના પારિતોષિકમાં આઈટીઆઈ પાલનપુરને 11 લાખનું પારિતોષીક, આઈટીઆઈ બીલીમોરાને 9 લાખનું પારિતોષિક અને આઈટીઆઈ ઉત્તરસંડાને 5 લાખનું પારિતોષીક એનાયત કરાયો છે. ગાંધીનગર ખાતે આવેલા વન સંશોધન તાલીમ કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. પારિતોષિક નક્કી કરવામાં ૩૦ પ્રકારના માપદંડ માપવા કમિટી હોય છે. ભારતભરમાં ગુજરાત જ એવું છે જ્યાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનામાં યોગદાન અપાય છે.

1132 કર્મચારીઓની ઓનલાઈન બદલી કરી જેના કારણે બે કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં બચાવ્યા છે. ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળના હોદેદારો દ્વારા ગુજરાત રાજ્યની આઈટીઆઈના કર્મચારીઓની પારદર્શક અને ન્યાયિક બદલી કરવા બદલ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારના મંત્રી બ્રિજેશકુમાર મેરજા, વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા અને રોજગાર અને તાલીમ વિભાગના નિયામક લલિત નારાયણસિંઘ તથા મહેકમ શાખાના અધિકારીઓ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

