માધવપુરના મેળામાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે પ્રવચનમાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણિની લગ્નનો ઉલ્લેખ કરવાના બદલે સુભદ્રાજીનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ વિવાદ ઘેરો બન્યો હતો. તેમજ ઠેર ઠેરથી ભાજપના પ્રદેશ પ્રમુખ ઉપર રોષની લાગણી સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. ત્યારે આજે સી.આર. પાટીલે પોતાની ભુલ બદલ માફી માંગતો વીડિયો સોશયલ મીડિયામાં મુક્યો છે. તેમજ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે તેમ જણાવ્યું હતું.

પાટીલે જણાવ્યું હતું કે,શરતચૂકથી મારા વક્તવ્યમાં ભૂલ થઈ હતી અને ચાલુ વક્તવ્ય દરમિયાન જ ભૂલ સુધારી લીધી હતી પરંતુ કેટલાક યુવાનો દ્વારા ફોન પર મને માફી માંગવાનો આગ્રહ કરાયો હતો અને મને દ્વારકા આવીને માફી માગવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ભૂલ એ ભૂલ છે અને કોઈપણ દલીલ વગર હું સ્વિકારૂ છું અને માફી માગું છું. સમગ્ર મામલે દ્વારકા જઈને પણ હું માફી માગી લઈશ. સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ માટે ક્યારેય ખરાબ ઈરાદો હોઈ ન શકે, છતાં કોઈ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાઈ હશે તો માફી માગુ છું
માધવપુર ગામમાં ત્રિપુરાનાં મુખ્યમંત્રી શ્રી @BjpBiplab જીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ધેડ મેળાની મુલાકાત લીધી અને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણિજીનાં દર્શન કરી આશીર્વાદ લીધા.
— C R Paatil (@CRPaatil) April 11, 2022
કેન્દ્રીય મંત્રી શ્રી @kishanreddybjp જી , ગુજરાત રાજ્યનાં કેબિનેટ મંત્રી શ્રી @NareshPatelBJP જી ઉપસ્થિત રહ્યા pic.twitter.com/PLWWdhiFna
માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે લોકમેળા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના પ્રવચનમાં ભૂલ કરી દીધી હતી. ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિજીના લગ્નનો ઉલ્લેખ કરવાને બદલે રુક્મિણીજીની જગ્યાએ સુભદ્રાજીનો ઉલ્લેખ કર્યો હતો. પાટીલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં આપણે મહાભારતમાં શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીના હરણનો પ્રસંગ, કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન કેવી રીતે થયા હતા એ વાંચી કલ્પના કરી હતી. શ્રીકૃણને સુભદ્રાજીએ પત્ર લખ્યો, સુભદ્રાના વિવાહ થયા એ મહાભારત સિરિયલમાં જોયું. તેમના આ નિવેદન બાદ રાજ્યભરમાં વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.

