આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના તિરુમાલા વેંકટેશ્વર મંદિરમાં અચાનક શ્રદ્ધાળુઓએ નાસભાગ કરી હતી. આ ઘટનામાં ત્રણ જેટલા શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી હતી. તો બીજી તરફ મંદિરમાં આવેલા ટોકન કાઉન્ટર ઉપર પણ ભારે ભીડ જોવા મળી હતી.

તિરુમાલા વેંકટેશ્વર મંદિરના ટિકિટ કાઉન્ટર પર શ્રદ્ધાળુઓની મોટી ભીડ સર્વદર્શનની ટિકિટ લેવા માટે એકઠી થઈ હતી, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઇ હતી. વેંકટેશ્વર મંદિરમાં સર્વદર્શન ટિકિટની સુવિધાના કારણે શ્રદ્ધાણુઓને નિ: શુલ્ક દર્શન કરવા મળે છે. જેથી લોકોને દર્શન કરવા માટે નંબર આવતા થોડો સમય લાગે છે, અને ભીડ પણ થાય છે. કોરોના મહામારીનાં કારણે 2 વર્ષથી આ મંદિર બંધ હતુ. 14 માર્ચે જ શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશવાની અનુમતિ મળી છે.
Andhra Pradesh | At least three people were injured in a stampede-like situation at the Tirumala shrine in Tirupati.
— ANI (@ANI) April 12, 2022
A large crowd of pilgrims gathered at the ticket counter in the shrine to secure Sarvadarshan tickets, which led to the stampede-like situation. pic.twitter.com/aXcxGcCqrL
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના પીઆરઓ રવિ કુમારે આ ઘટના વિશે જણાવ્યું કે, તિરુપતિ વેંકટેશ્વર મંદિરમાં 3 ટોકન કાઉન્ટર પર ભારે ભીડ થઇ ગઇ હતી. જો કે, ભીડને જોતા, શ્રદ્ધાળુઓને દર્શન માટે સીધા તિરુમાલાના કંપાર્ટમેન્ટમાં જવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્થિતિ હવે સામાન્ય થઇ ગઇ છે. તિરુમાલા વૈંકટેશ્વર મંદિર ભારતનાં સૈથી પ્રસિદ્ધ હિન્દુ તીર્થસ્થાનોમાંનું એક છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાણુઓ ભગવાનનાં દર્શન કરવા આવતા રહે છે.

