HomeGujaratમોરબીમાં સિવિલ હોસ્પિટલથી ગાંધીચોક સુધીનો રસ્તો ખુલ્લો થતાં વાહનચાલકોને રાહત

મોરબીમાં સિવિલ હોસ્પિટલથી ગાંધીચોક સુધીનો રસ્તો ખુલ્લો થતાં વાહનચાલકોને રાહત

મોરબી શહેરમાં સિવિલ હોસ્પિટલથી ગાંધીચોક સુધી ચાલી રહેલા રોડના કામને કારણે છેલ્લા ઘણા સમયથી બંધ રહેલો માર્ગ હવે કામ પૂર્ણ થતાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. માર્ગ ખુલ્લો થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને રાહત મળી છે.

મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ રોડ-રસ્તાના કામો ચાલી રહ્યા છે. જોકે, મુખ્ય માર્ગો પર કામગીરી દરમિયાન પૂરતા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તો બંધ કરવામાં આવે ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બનતી હોય છે.

સિવિલ હોસ્પિટલથી ગાંધીચોક સુધીનો માર્ગ બંધ કરવામાં આવતા વાહનચાલકોને અવરજવર માટે મર્યાદિત રસ્તાનો ઉપયોગ કરવો પડતો હતો. જેના કારણે આ વિસ્તારમાં વારંવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હતી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

હવે આ માર્ગનું કામ પૂર્ણ થતાં તેને ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. રસ્તો ખુલ્લો થતાં વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહેશે અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,580SubscribersSubscribe

TRENDING NOW