HomeGujaratમોરબીની સતનામ ગૌ શાળામાં લાગેલી આગ કાબુમાં આવી

મોરબીની સતનામ ગૌ શાળામાં લાગેલી આગ કાબુમાં આવી

મોરબીના વાવડી રોડ પર આવેલ સતનામ ગૌ શાળામાં ગુરુવારે ભીષણ આગ લાગી ગઈ હતી જેમાં મોટા [પાયે ઘાસ ચારો બળીને ખાક થઇ ગયો હતો. બનાવની જાણ થતા મોરબી પાલિકાનો ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતી. ગઈ કાલે મોડી રાત સુધી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવા છતાં આગ સળગતી રહેતી હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા સતત આગ બુઝાવવામાં પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંતે શુક્રવારે આગ પર સંપૂર્ણ પણે કાબુ લઇ શકાય હતી

મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માર્ચ મહીના દરમિયાન આગ અકસ્માતની ઘટનામાં મોટા પાયે ઉછાળો આવ્યો હતો જેમાં ફેકટરીઓ, ખેતરમા આગજનીની ઘટના બાદ ગુરુવારે બપોરના સમયે વાવડી રોડ પર આવેલ સતનામ ગૌ શાળામાં અચાનક આગની ઘટના બનતા ઘાસ ચારો બળીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજા અને ફાયર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ગૌ શાળામાં રાખેલ ઘાસ ચારો બળીને ખાખ થઈ ગયો હતો. મોડી રાત સુધી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવા છતાં આગ થોડી થોડીવારે ફરી પ્રસરતી હોવાથી સળગતી રહેતી હતી હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા સતત આગ બુઝાવવામા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંતે શુક્રવારે આગ પર સંપૂર્ણ પણે કાબુ લઇ શકાય હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW