HomeNationalપગારના પૈસા ઓછા પડતા આ યુવાને ભર્યું આવું મોટું પગલું, માલિક પણ...

પગારના પૈસા ઓછા પડતા આ યુવાને ભર્યું આવું મોટું પગલું, માલિક પણ માથે હાથ દઈને…

ઓછા પગાર સામે વિરોધ નોંધાવવા માટે એક વ્યક્તિએ અનોખો અભિગમ અપનાવ્યો. સામાન્ય રીતે એવું બને છે કે, ભારતમાં જ્યારે પણ કોઈ કર્મચારીને સેલેરીને લઈને વાંધો પડે છે ત્યારે તે બીજી નોકરી શોધી લે છે. માલિકો સામે બાંયો ચડાવતો નથી. પણ વિદેશમાં એવું નથી. એક કર્મચારી તેના બોરિયા-બિસ્તરા સાથે ઓફિસમાં શિફ્ટ થઈ ગયો. તે વ્યક્તિએ કહ્યું કે તેનો પગાર એટલો ઓછો છે કે તે ભાડાના મકાનમાં રહી શકતો નથી, તેથી તેણે ઓફિસમાં જ પથારી લગાવી લીધી છે. તે તેના ડેસ્ક નીચે સ્લીપિંગ બેગમાં સૂવા લાગ્યો.

આ અમેરિકાનો મામલો છે. જ્યાં સિમોન નામના વ્યક્તિએ TikTok પર વીડિયો અપલોડ કરતી વખતે આ ઘટના વિશે જણાવ્યું છે. વીડિયોમાં, સિમોન તેની જરૂરી વસ્તુઓ અને પથારી સાથે ઓફિસ ક્યુબિકલમાં શિફ્ટ થતાં જોવા મળે છે. તે કહે છે કે તે ઘરનું ભાડું ચૂકવવા માટે ઓફિસમાંથી પૂરતો પગાર મળતો ન હોવાને કારણે તે અહીં રહેવા માટે તેની તમામ વસ્તુઓ સાથે ઘરેથી આવ્યો છે. સિમોનના જણાવ્યા અનુસાર, તેના મોટાભાગના સાથીદારો ઘરેથી કામ કરી રહ્યા છે. ઓફિસ ખાલી રહે છે, તેથી તેને અહીં રહેવા માટે પૂરતી જગ્યા મળી છે.

સિમોને તેની ઓફિસની કેબિનમાં કપડાં, બેગ, સ્લીપિંગ બેગ વગેરે મૂકીને તેને સંપૂર્ણ રીતે ઘરમાં બદલી નાખ્યું. તે ઓફિસના બાથરૂમનો ઉપયોગ ન્હાવા અને ધોવા માટે કરતો હતો અને ખાવા-પીવાની વસ્તુઓ ઓફિસના જ રેફ્રિજરેટરમાં રાખતો હતો. જો કે, 3-4 દિવસ પછી, સાયમનને ઓફિસમાંથી આવું ન કરવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે HRએ તેને ઓફિસમાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવવા માટે પણ કહ્યું હતું. સિમોનનો આ વીડિયો Tiktok પર લગભગ 12 મિલિયન વખત જોવામાં આવ્યો છે. જોકે, આ એપ્લિકેશન ભારતમાં પ્રતિબંધીત છે એટલે માત્ર ફોટો વાયરલ થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW