ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’ને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની વિધાનસભામાં આપેલું નિવેદન વિવાદમાં રહ્યું છે. સોશિયલ મીડિયામાં પણ આ અંગે ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ ભાજપ તરફથી મુખ્યમંત્રી કેજરીવાલનો વિરોધ થયો છે. આ મામલે રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. આ મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આનો વળતો જવાબ આપ્યો છે.
રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના નિવેદન મામલે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, જીતુ વાઘાણી શિક્ષણની વાત આવે તો ચર્ચા કરવાથી દૂર ભાગી રહ્યા છે. પણ જ્યારે હિન્દુ, મુસ્લિમ અને પાકિસ્તાનની વાત આવે તો ઉછળી પડે છે. આ વિવાદીત બાબતો છે. એ સૌ જાણે એ જરૂરી છે. છેવાડાના લોકો ઈતિહાસ જાણી શકે એ માટે કેજરીવાલે આવું કહ્યું છે. આમાં વિરોધ કરવાની શું જરૂર છે. ફિલ્મને કરમુક્ત કરી છે તો શિક્ષણ, ટોલનાકા તેમજ દવાખાના તો ફ્રી કરો. ‘કાશ્મીર ફાઈલ્સ’ મામલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના નિવેદન પર રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી એવું બોલ્યા હતા કે, કેજરીવાલ ખોટી દેશભક્તિ અને ખોટી વાતો કરી રહ્યા છે. ‘કાશ્મીર ફાઈલ્સ’ એક તથ્ય અને સત્ય પર આધારિત ફિલ્મ છે. કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ રહી છે. આ શાંતિમાં પલિતો ચાંપવાનું કામ કેજરીવાલ કંપની રહી છે. ઈટાલિયાએ કહ્યું કે, શિક્ષણ વ્યવસ્થામાં ભાજપે સ્થિતિ બગાડી નાંખી છે. શિક્ષણ વ્યવસ્થાનું ખાનગીકરણ થઈ ગયું છે. આ શિક્ષણ વ્યવસ્થા ભાજપના નેતાઓના હાથમાં ચાલી ગઈ છે. જ્યારે શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ચર્ચા કરવા માટે જીતુ વઘાણી ચર્ચા કરવામાંથી ભાગી ગયા હતા.

આમ આદમી પાર્ટી શિક્ષણના માધ્યમથી રાષ્ટ્રનિર્માણની વિચારધારા રાખતી પાર્ટી છે. જેમાં લોકો પણ શિક્ષણની વિચારધારા વાળા છે. શિક્ષણના વિષયને વધુ આગળ લઈ જવા માંગીએ છીએ. દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ એક આમંત્રણપત્ર મોકલ્યું છે. ગુજરાતના શિક્ષણમંત્રીના નિમંત્રણ આપ્યું છે. ગુજરાત ભાજપના પ્રવક્તાને નિમંત્રણ આપ્યું છે. ધારાસભ્યને નિમંત્રણ આપ્યું છે. મંત્રીઓને કહ્યું છે. દિલ્હીમાં 70 વિધાનસભા બેઠક છે. જે વિધાનસભા બેઠકમાં સરકારી સ્કૂલ જોવી હોય એ દેખાડવા માટે અમે તૈયાર છીએ. જે ભાજપના નેતાઓ ચર્ચામાંથી ભાગી ગયા એ આ માન સન્માન અને આમંત્રણને સ્વીકારશે?

