સમાજના અલગ અલગ પ્રકારની સમસ્યાઓથી પીડિત મહિલાઓ માટે સખી- વન સ્ટૉપ સેન્ટર હંટર ટ્રેનિંગ કોલેજ, વી.સી. ફાટક પાસે શરુ કરવામાં આવ્યુ હતું. જેમાં મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે ભારત સરકાર પુરસ્કૃત, મહિલા અને બાળ – વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા આ વન સ્ટૉપ સેન્ટર નુ સંચાલન માધવી જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
આ સેન્ટર મહિલાઓ માટે 24 કલાક સક્રિય છે અને હિંસાથી પીડિત મહિલાઓ માટે ઉપયોગી પુરવાર થયેલ છે. એપ્રિલ-2021 થી ફેબ્રુઆરી-2022 દરમિયાન સખી-વન સ્ટોપ સેન્ટર ખાતે 290 જેટલી મહિલાઓની સમસ્યાઓના કેસો આવેલ હતા, જેમા સગીર વયથી માંડીને વયોવૃદ્ધ સુધીના પીડિતાના કેસ નોંધાયા છે. અલગ-અલગ રાજ્યની મહિલાઓ/યુવતીઓ મોરબી આવી પહોંચેલ તેને અહીં સખી વન સ્ટૉપ સેન્ટર પર લાવવામાં આવે છે અને તેણીઓનું કાઉન્સેલીંગ કરીને તેઓને પરીવારજનો સાથે આ સેન્ટર મારફતે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે.સખી વન સ્ટોપ સેન્ટર મોરબીની વાત કરીએ તો 181 મહિલા હેલ્પ લાઈન મારફતે 99 કેસો, પોલીસ સ્ટેશન મારફતે 31 કેસો, અન્ય સસ્થા દ્વારા 01 કેસ તેમજ 160 કેસમાં પીડિતાઓએ સીધા જ સેન્ટરનો સંપર્ક કરીને મદદ મેળવી છે.આ સેન્ટર ખાતે હિંસાથી પીડિત મહિલાઓની કાયદાકીય, તબીબી સહાય, પોલીસ સહાય, કાઉન્સેલીંગ, માર્ગદર્શન તેમજ આશ્રય આપવામાં આવે છે. આ સખી-વન સ્ટોપ સેન્ટર મહિલા અને બાળ અધિકારીશ્રી ઈઝાઝ આઈ. મન્સુરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફની ટીમ કાર્યરત છે. એપ્રિલ-૨૦૨૧ થી ફેબ્રુઆરી-૨૦૨૨ સુધીમાં કુલ 154 જેટલા યુવતી મહિલાઓને (બાળકો) સાથે આશ્રય આપવામાં આવ્યો હતો. જેમાં યુવતી/મહિલાઓનુ કાઉન્સેલીંગ કરીને સમાધાન કરાવી તેણીના પરિવારજનોને સોંપવામાં આવી છે.

