HomeGujaratCentral Gujaratઆઈ.કે. જાડેજાની તબિયત લથડી, હાર્ટ એટેક આવતા હોસ્પિટલ ખસેડાયા

આઈ.કે. જાડેજાની તબિયત લથડી, હાર્ટ એટેક આવતા હોસ્પિટલ ખસેડાયા

ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી અને મોટા નેતા આઇ.કે જાડેજાની તબિયત એકાએક લથડતા સારવાર હેતુ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. ભાજપના નેતાને હાર્ટ અટેક આવતા સારવાર માટે યુ. એન. મહેતા હોસ્પિટલમાં એડમીટ કરાયા છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, આઇ. કે. જાડેજાની તબિયત હાલમાં સ્થિર છે. જોકે રિપોર્ટ્સ આવ્યા બાદ ડૉક્ટરની સલાહ મુજબ આગળની સારવાર શરૂ કરવામાં આવશે.

તાજેતરમાં જ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈ.કે જાડેજાની કાર્યશૈલીના વખાણ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ સરકારની યોજનાઓનું કાર્ડ જરૂરિયાતમંદો વચ્ચે વહેંચવાના આઈ.કે જાડેજાના મોટા કામની પ્રશંસા કરી અન્ય કાર્યકર્તાઓને એમના પાસેથી શીખવાની વાત કહી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી તથા ભાજપના મોટા નેતા આઈ.કે જાડેજા કોરોના વાયરસની બીજી વેવ દરમિયાન કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. એપ્રિલ 2021માં કોરોના થઈ જતા એમણે યુ.એન. મહેતા હોસ્પિટલમાં ટ્રિટમેન્ટ કરાવી હતી. થોડા સમય સુધી સારવાર કર્યા બાદ એમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જોકે, ભાજપના મોટા નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. હજુ સુધી તબીબોએ ડૉ.આઈ.કે.જાડેજાના આરોગ્ય સંબંધી ખાસ કોઈ રીપોર્ટ જાહેર કર્યો નથી. ભાજપના મોટા નેતાની તબિયત લથડતા ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓ હોસ્પિટલ દોડી ગયા છે.

જ્યારે ડૉ.આઈ.કે.જાડેજાના પરિવારની ચિંતા પણ એકાએક વધી ગઈ છે. ધાંગધ્રામાં શનિવારે રાત્રે એમને છાતીમાં દુખાવો થતા પહેલા સુરેન્દ્રનગર રીફર કરાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપીને વેઈન બ્લોકેજ હોવાનું જાણવા મળતા તાત્કાલિક યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમની એન્જીયોપ્લાસ્ટી કરાવી હોવાના રીપોર્ટ મળી રહ્યા છે. હાલમાં એમની તબિયત સારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ હેતુ તેઓ ગાંધીનગર આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW