રાજ્યમાં ઉનાળાની કાળઝાળ શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આજે સવારથી જ લૂ-વર્ષાનો પ્રારંભ થયો હતો. ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ હીટવેવની આગાહી કકરાઈ છે. આગામી ચારથી પાંચ દિવસમાં લધુત્તમ તાપમાનનો પારો 40 ડીગ્રીએ પહોંચશે તો કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચકાઈને 40 ડીગ્રીને પાર જવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે બેથી ચાર ડીગ્રી તાપમાન વધી જશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમ પવનનો ફૂંકાશે.અને લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, પોરબંદરનું મહત્તમ તાપમાન 37 ડીગ્રીએ પહોંચી ગયું છે તો ભુજનું મહત્તમ તાપમાન 38 ડીગ્રીએ પહોંચ્યું છે.

ગુજરાતમાં હાલ હોળી પહેલાં જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવી જશે. આ વખતે માર્ચ મહિનાથી ગુજરાતીઓને હીટવેવનો સામનો કરવો પડશે. હવામાન વિભાગ અનુસાર, અત્યારે ભલે આંશિક ગરમી અનુભવાઈ રહી હોય, પરંતુ આગામી સપ્તાહ બાદ ગરમીનો પારો ઊંચો જશે. 10થી 16 માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે. લોકોને 40 ડીગ્રી ગરમીનો અનુભવ પણ થઈ જશે.

