વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ત્રણ કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો. પીએમ મોદીએ ગોદૌલીયામાં સરદાર પટેલની મૂર્તિને ફુલહાર અર્પણ કરીને રોડ શોની શરૂઆત કરી હતી. પીએમ મોદી મલદહિયા ચોકથી કાશી વિશ્વનાથ ધામ સુધી ત્રણ કિલોમીટર લાંબો રોડ શો કરી રહ્યાં છે.

પીએમ મોદીનો રોડ શો બાબા વિશ્વનાથ કોરિડોર સુધી જશે. પીએમ મોતી કાશી વિશ્વનાથના દર્શન પણ કરશે. મોદી વારાણસીમાં ત્રણ વિધાનસભા સીટ કૈંટ, ઉત્તર શહેર અને દક્ષિણ શહેરમાં રોડ શો કરીને ભાજપનો માહોલ બનાવવાની કોશિશ કરી રહ્યાં છે.
प्रधानमंत्री श्री @narendramodi वाराणसी में रोड शो करते हुए…#मोदीमय_काशी
— BJP Uttar Pradesh (@BJP4UP) March 4, 2022
https://t.co/XBQbGR5zqQ
રોડ શોમાં વારાણસીમાં ભાજપ કાર્યકર્તાઓની સાથે સ્થાનિક લોકોની ભારે ભીડ જોડાઈ હતી. પીએમ મોદીનું લોકો અને ભાજપના કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું. રોડ શોમાં ઉમટેલી ભીડે મોદીની એક ઝલક જોવા માટે તલપાપડ બની હતી. પીએમ મોદીનો રોડ શો દરમયાન રોડની બંને બાજુએ કાશીના રહેવાાસીઓ ફુલ વરસાવતા હતા. આ દરમયાન ભગવાન શ્રીરામના નાદ સંભળાઈ રહ્યાં હતાં.

માથા ઉપર ભગવા રંગની ટોપી પહેરીને મોદી રોડ શો દરમયાન કાશીવાશીઓનું અભિવાદન સ્વિકાર કર્યો હતો. સાથે જ જનતા તરફથી મળી રહેલી ભેટનો સ્વિકાર કર્યો હતો. વારાણસીના લોકો પોતાના સાંસદને જોવા માટે રસ્તા ઉપર ઉતરી પડ્યાં હતાં. મલદહિયા ચોકથી લઈને કાશી વિશ્વનાથ ધામ કોરિડોર સુધી સેંકડોની સંખ્યામાં લોકો જોડાયા હતાં.

