માળિયા મિયાણાના ગુલાબડી રણમાં અગરિયાના બાળકોને કિશોરીઓને તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને કુપોષિત થી દુર રાખવા આઇસીડીએસ વિભાગના ઝાંખરિયા વાંઢ વિસ્તારના ચાર્જ આંગણવાડી બહેન જાનબાઈ હેલ્પર બહેન તેમજ અગરિયા હિત રક્ષક મંચ મોરબીના જિલ્લા કોર્ડીનેટર મારુતિ સિંહ બી બારૈયા અને આરોગ્ય ની મોબાઈલ હેલ્થવાન ના એમપી અશ્વિનભાઈ સાથે રહીને અગરિયાઓ ના બાળકો અને કિશોરીઓ ધાત્રી માતાઓ સગર્ભા ઓને કેળા થેપલા બાળકો માટે ગરમા ગરમ નાસ્તો વઘારેલા ધોકડા વધારેલ ચના સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અંગે આઈ સી ડી એસના પ્રોગ્રામ ઓફિસર કોમેલ્બેને જણાવ્યું હતું એ મુજબ હળવદ તાલુકા રન વિસ્તાર તેમજ મોરબી માળિયાના રણ વિસ્તાર આરોગ્ય મોબાઈલ વાન રૂટ પ્લાન મુજબ અલગ અલગ વિસ્તારમાં પહોચાડી બાળકો અને માતાઓને ગરમા ગરમ નાસ્તો પહોચાડી કિશોરીઓ માતા સગર્ભા તેમજ નવજાત અને નાના બાળકોને કુપોષણ મુક્ત કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે

