HomeNationalયુદ્ધના માહોલ વચ્ચે રશિયાએ વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો, પણ યુક્રેનને જગ્યા પસંદ ન...

યુદ્ધના માહોલ વચ્ચે રશિયાએ વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો, પણ યુક્રેનને જગ્યા પસંદ ન પડી

યુક્રેન અને રશિયા વચ્ચે જંગ શરૂ થઈ એને રવિવારે ચાર દિવસ થયા હતા. દરરોજ રશિયા તરફથી થઈ રહેલા હુમલા વચ્ચે યુક્રેનમાં સ્થિતિ બેકાબુ બની રહી છે. એવામાં યુક્રેનનું સૈન્ય પર હાંફી ગયું છે. બીજી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિને કહ્યું હતું કે, બેલારૂસમાં યુક્રેન સાથે વાતચીત કરવા માટે અમે તૈયાર છીએ. આ જાણકારી રશિયાની સમાચાર એન્જસી તરફથી જાહેર કરવામાં આવી છે. આ ઓફર સામે આવ્યા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ મિન્સ્કમાં શાંતિવાર્તા માટેની ઓફર ફગાવી દીધી.

તેમણે કહ્યું કે, યુક્રેન અન્ય સ્થાન પર વાતચીત કરવા માટે તૈયાર છે. રવિવારે એક વીડિયો મેસેજ જાહેર કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કીએ કહ્યું કે, વાતચીત વાર્સા, બ્રાતિસ્લાવા, ઈસ્તાંબુલ, બુડાપેસ્ટ અથવા બાકુમાં થઈ શકે. અન્ય કોઈ સ્થાને વાતચીત શક્ય નથી. એવી પણ સ્પષ્ટતા કરી કે, યુક્રેન રશિયાની વાતચીત માટે બેલારૂસની પસંદગી કરવી એ સ્વીકાર્ય નથી. રશિયાના રાષ્ટ્રપતિ ભજન ક્રેમલિન તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે રશિયાએ પોતાનું એક પ્રતિનિધિ મંડળ બેલારૂસ મોકલ્યું છે. રશિયા બેલારૂસમાં યુક્રેન સાથે શાંતિ વાર્તા શરૂ કરવા માટે તૈયાર છે. ક્રેમલિનનું એવું પણ કહેવું છે કે, રશિયાનું પ્રતિનિધિ મંડળ યુક્રેનના અધિકારી સાથે વાતચીત કરવા માટે બેલારૂસ શહેર પહોંચ્યું છે. જ્યારે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું હતું કે, રશિયા પહેલાથી જ વાતચીત કરવા માટે તૈયાર છે. હવે માસ્કો યુક્રેનિયનની રાહ જોઈ રહ્યું છે. પ્રતિનિધિ મંડળમાં સૈન્ય અધિકારી અને કેટલાક રાજકારણીઓ પણ સામિલ છે. રશિયાનું પ્રતિનિધિ મંડળ વાતચીત કરવા માટે તૈયાર છે. પણ હાલમાં યુક્રેન તરફથી રાહ જોવાઈ રહી છે.

સામે પક્ષે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ કહ્યું કે, યુક્રેન મિન્સ્ક સિવાય અન્ય સ્થાન પર વાતચીત કરવા માટે તૈયાર છે. શાંતિવાર્તા એ જગ્યાઓ પર થવી જોઈએ જ્યાં એ દેશ યુક્રેન પ્રત્યે સહાનુભૂતિ રાખે. બેલારૂસથી રશિયાના સૈનિક યુક્રેન પર હુમલા કરી રહ્યા છે. એવી સ્થિતિમાં શાંતિવાર્તા શક્ય નથી. શનિવારની રાત ખૂબ જ ક્રુર રહી હતી. રશિયાની સેનાએ યુક્રેનની મોટી ઈમારતોને નિશાન બનાવીને ધ્વંસ કરી નાંખી. બોંબ બ્લાસ્ટ કરવામાં આવ્યા. રશિયાના સૈનિકો એવા વિસ્તારમાં હુમલો કરી રહ્યા છે જ્યાં કોઈ સૈન્યનો બેઝકેમ્પ જ નથી. જે વિસ્તારો રશિયાએ કબ્જે કર્યા છે ત્યાં સૈન્ય સામાન્ય પ્રજા પર હુમલા કરી રહ્યું છે. જે યોગ્ય નથી. રશિયાએ પહેલા શાંતિવાર્તા માટે પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, બેલારૂસમાં રશિયાનું એક પ્રતિનિધિ મંડળ મોકલાશે. પણ રશિયાના સુરક્ષા મંત્રાલયનો દાવો હતો કે, એ પ્રસ્તાવ યુક્રેને ફગાવી દીધો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW