ગુજરાત રાજ્યમાં ફરીવાર પેપર ફૂટવાની ઘટના બની છે. આ વખતે કોઈ સિવિલ સર્વિસની પરીક્ષાનું નહીં પણ ધો. 10 અને 12ની પ્રિલિમનરી પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે. ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષાનું પેપર લીક થયુ છે. જેમાં યુ ટ્યુબ પર પેપર લીક થયું હતું.પેપર લેવાયાના બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં પેપર લીક થયું છે. તેમાં યુ ટ્યુબ પર સંપુર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરવામાં આવ્યું છે.
નવનિત પ્રકાશનમાં ધો.10 અને 12ની પ્રિલિમિનરી પરીક્ષાના પેપર પ્રિન્ટ થાય છે. હવે નવનીત પ્રકાશન પર પોલીસ ફરિયાદ કરવામાં આવશે. હાલમાં યુટ્યુબરે ચેનલ ડીલીટ કરીને વીડિઓ પણ યુ ટ્યુબ પરથી ડીલીટ કરી દેવામાં આવ્યો છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં ભારે ચકચાર મચી છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. આ સાથે વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. આ પેપર લીકમાં અન્ય કોઈ વ્યક્તિ પણ જવાબદાર હોઇ શકે છે. ધો.10 અને 12ના પ્રીલિમના પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ચર્ચા જાગી છે. સ્પર્ધાત્મક પરીક્ષા બાદ જો બોર્ડની પરીક્ષાના પેપર લીક થતા હોય તો સુરક્ષા સામે ફરી એક વખત પ્રશ્નો ઊભા થાય છે. ચર્ચા એવી પણ છે કે, આ કેસમાં શું જવાબદારો સામે પગલાં લેવાશે કે રાજીનામું માંગીને ઘીના ઠામમાં ઘી પડી જશે? તમામ પેપર આ રીતે જ લીક થતા હોય તો પરીક્ષામાં મહેનત કરવાનો કોઇ મતલબ નથી. આ અંગે અમદાવાદ શહેર DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું છે કે પેપર લીક થયા હોવાના સમાચાર અમને મળ્યા છે. પેપર યુટ્યુબ પર કોઈ યુટ્યુબરે લીક કર્યું છે.

જે પેપર લીક થયું તે હકીકતમાં ઓરીજીનલ પેપર છે કે નહીં તે અંગે તપાસ કરાશે. ઓરીજીનલ પેપર હશે આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરાશે. પેપર ઓરીજનલ નહીં હોય તો કોઈ કાર્યવાહી કરવાની થશે નહીં. બની શકે વર્ષોથી ભણાવતા કોઈ શિક્ષકે IMP પ્રશ્નોના આધારે પેપર બનાવ્યું હોય તો તે બેઠે બેઠું પેપર ના હોઈ શકે. યૂ ટ્યૂબ ચેનલ પર શાળા વિકાસ સંકુલ અંતર્ગત લેવાતી પરીક્ષાનું પેપર લીક થયુ છે. શુક્રવારે સવારે ધોરણ 12નું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાવાનું હતુ. તે પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા આર. એમ. એકેડમી નામની યુટ્યુબ ચેનલ પર લીક થયાનું સામે આવ્યું છે.આ યુટ્યુબ ચેનલ સાથે અન્ય સાત ચેનલો અને લિંકો પર અપલોડ થઈ ગયું છે. આર.એમ એકેડમી નામની યુટ્યુબ ચેનલમાં જવાબો સાથે પેપર સામે લીક થયા છે.

