HomeGujaratરૂ.28 લાખ પાછા ન દેવા પડે એ માટે મિત્રની કારને દસ ઠોકર...

રૂ.28 લાખ પાછા ન દેવા પડે એ માટે મિત્રની કારને દસ ઠોકર મારી પતાવી દેવા પ્રયાસ

સાબરકાંઠાના વડાલીના હાથરવા ગામના યુવકે વડગામના ધોરી ગામે એક મિત્રને વચ્ચે રાખીને પૈસાનો સોદો કરવામાં આવ્યો હતો. આ જમીનનો સોદો હતો. જેમાં રૂ.28 લાખ ચૂકવી આપ્યા હતા. પણ ધોરીના મિત્રએ જમીન પોતાના નામે કરી લીધી હતી. જે જમીન પોતાના નામે કરી આપવાનું કહી ઉશ્કેરાયેલા મિત્ર એ પૈસા પાછા ન દેવા પડે એ માટે કાવતરૂ ઘડ્યું હતું. બુધવારે અંબાજી-પાલનપુર હાઈવે પર ગોળા ગામે નજીક પોતાની કારથી યુવાનની કારને દસ ઠોકર મારી પલટી ખવડાવીને જાનથી મારી નાંખવા પ્રયાસ કરાયો હતો.

આ ઘટનામાં યુવાન તથા એન સાથે રહેલા વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી. તેથી સારવાર હેતું હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. વડાલી તાલુકાના હથરવા ગામનો કલ્પેશ નારાયણભાઈ પટેલ સાત વર્ષે પહેલા ઈન્સ્યોરન્સ સર્વેનું કામ કરતો હતો. વડગામ તાલુકાના ધોરી ગામના શ્રવણસિંહ ડાભી અને હરિસિંહ ડાભી સાથે પરિચયમાં આવ્યો હતો. પછી વારંવાર એમને મળવાનું થતું. ત્રણેય વચ્ચે સારી એવી દોસ્તી થઈ હતી. પાંચ વર્ષ પેલા શ્રણવસિંહે ધોરી ગામના બસ સ્ટેન્ડ નજીક એક એકર આઠ ગુંઠા જમીન ખરીદવા મધ્યથી કરી હતી. આ જમીનની કિંમત રૂ.28 લાખ નક્કી થઈ હતી. જેમાં કલ્પેશકુમારે શ્રવણસિંહને રૂ. પાંચ લાખ બાના પેટે આપી દીધેલા. જોકે, એ પછી શ્રવણસિંહે પોતાના મિત્ર કલ્પેશકુમારને વિશ્વાસમાં લઈને જમીન પોતાના નામે કરાવી લીધી. પછી ટુકડે ટુકડે રૂ.28 લાખ પડાવી લીધા હતા. પછી જમીન પોતાના નામે કરવાનું કહી શ્રવણસિંહ તથા ભાઈ હરિસિંહ સંબંધ પૂરો કરવા માટે પ્રયાસ કરતા.

આ દરમિયાન બુધવારે કલ્પેશકુમાર પોતાની કાર GJ.09.BF.2527 લઈને ધોરીથી એના મિત્ર ભાવુસિંહ ડાભીને બેસાડી પાલનપુરના ગોવિંદનગરમાં પોતાના નવા મકાના જઈ રહ્યા હતા.એ સમયે શ્રવણસિંહે પોતાની સ્ક્રોપિયો કાર GJ36.AC 9009 ગોળા ગામે રાહ જોઈને ઊભા હતા. જ્યારે કલ્પેશની કારનો પીછો કરવામાં આવ્યો હતો. દાનાપુર ગામ નજીક દસ જેટલી ઠોકર કારને મારવામાં આવી હતી. જેના કારણે એની કાર નજીકના ખેતરમાં પટકાઈ હતી. જેમાં કલ્પેશકુમાર અને ભાવુસિંહને ઈજા થઈ હતી. તેથી સારવાર હેતું હોસ્પિટલ ખસેડાયા હતા. શ્રવણસિંહે કારની ટક્કર મારતા કલ્પેશની કાર રાયના ખેતરમાં પડી ગઈ હતી. દોડી આવેલા લોકોએ બંનેને કારમાંથી કાઢી સારવાર હેતું હોસ્પિટલ ખસેડ્યા. એ સમયે શ્રવણસિંહ અને હરિસિંહ ત્યાં આવ્યા. કલ્પેશનું ગળું પકડીને લાતો મારવા લાગ્યા હતા. જ્યાં સ્થાનિકોએ મારથી એમને બચાવ્યા હતા. કલ્પેશે જમીનનો સોદો કર્યા બાદ શ્રવણસિંહે કહ્યું કે, જમીન આપનાર વ્યક્તિ માત્ર ધોરી ગામનો વતનીને આપવા માગે છે. બહારના વ્યક્તિને નહીં. તેથી જમીન મારા નામે કરાવી છે. પછી તારા નામે કરાવી દઈશ. એવું કહીને રૂ.28 લાખ લઈને જમીન પોતાના નામે કરાવી નાંખી. કલ્પેશે પછી જમીન પોતાના નામે કરવાનું કહેતા શ્રવણસિંહનો ગુસ્સો સાતમા આસમાને ગયો. પૈસા પાછા ન દેવા પડે એ માટે મિત્ર કલ્પેશકુમારને કારથી ટક્કર મારી પતાવી દેવા પ્રયાસ કર્યો. આ ત્રણેય મિત્રો એક સમયે બંનેના સારા નરસા પ્રસંગે સાથે રહેતા હતા. પછી દોસ્ત દુશ્મન બની ગયા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW