HomeGujaratહળવદના ગોકુલનગરમાં મકાનમાં જુગાર રમતા 4 ઝડપાયા, રૂ. 2.62 લાખનો મુદ્દામાલ જપ્ત

હળવદના ગોકુલનગરમાં મકાનમાં જુગાર રમતા 4 ઝડપાયા, રૂ. 2.62 લાખનો મુદ્દામાલ જપ્ત

હળવદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે હળવદ ટાઉન વિસ્તારમાં આવેલા ગોકુલનગર ખાતે ભરતભાઈ ગોકળભાઈ બારના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની શંકાને આધારે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પ્રવિણ ઉર્ફે પીટર લીંબાભાઈ કલોતરા (રહે. ગોકુલનગર, હળવદ), બળદેવ ઘનશ્યામભાઈ ધારીયા પરમાર (રહે. શરણેશ્વર સોસાયટી, તળાવના કાંઠે, હળવદ), ધવલ દેવશીભાઈ કલોતરા (રહે. ગોકુલનગર, હળવદ) અને વાસુદેવ મોહનભાઈ એરવાડીયા (રહે. વસંતપાર્ક, આઈ.ટી.આઈ. સામે, હળવદ)નો સમાવેશ થાય છે.

પોલીસે સ્થળ પરથી રૂ. 1,51,500ની રોકડ સહિત કુલ રૂ. 2,62,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મુખ્ય આરોપી ભરત ગોકળભાઈ બાર (રહે. ગોકુલનગર, હળવદ) પોલીસના દરોડા દરમિયાન ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે કુલ પાંચ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,500SubscribersSubscribe

TRENDING NOW