HomeGujaratતમિલનાડુમાં છાત્રાના આપઘાત પ્રકરણમાં ABVPએ કેન્ડલ માર્ચ કરી

તમિલનાડુમાં છાત્રાના આપઘાત પ્રકરણમાં ABVPએ કેન્ડલ માર્ચ કરી

તમિલનાડુના તંજાવુર જિલ્લાની સેક્રેડ હાઈસ્કૂલમાં ધર્માંતરણના દબાણને કારણે આત્મહત્યા કરવા મજબૂર થયેલી વિદ્યાર્થીની લાવણ્યા માટે ન્યાય મેળવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખાના કાર્યકર્તાઓ દ્વારા નવા બસ સ્ટેશનથી સરદાર પટેલ પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અબીવીપી દ્વારા સ્થાનિક રાજ્ય સરકારની અસંવેદનશીલતા દર્શાવી ઘટના દબાવી દેવા માગતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા સીબીઆઈ તપાસના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દેતા અને હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા કેસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો.આનાથી લાવણ્યા માટે ન્યાય માટે લડી રહેલા યુવાનોએ આશા વ્યક્ત કરી છે.

તમિલનાડુ સરકાર અને વહીવટીતંત્ર લાવણ્યાના આત્મહત્યાના કેસને દબાવવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યું છે. પરંતુ દરેક એબીવીપી કાર્યકર્તા પણ લાવણ્યાને ન્યાય ન મળે ત્યાં સુધી લડવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર, પોતાની ભૂલ અને મિશનરીઓના દુષ્કૃત્યોને છુપાવવા માટે હાઈકોર્ટના આદેશનો અનાદર પ્રયાસ કરતા હતા જોકે તેઓ તેમાં સફળ ન થયા હોવાનું જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW