HomeGujaratમોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો છે.

પોલીસને માહિતી મળી હતી કે, અબ્જલ ઉર્ફે અજુ જુમાભાઈ માણેક (રહે. મોચીવાડ, હરીપર રોડ, તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર) હાલ મોરબીના જૂના ઘૂટુ રોડ પર આવેલી સિલ્વર પાર્ક સોસાયટીના નાકા પાસે હાજર છે. બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફને સ્થળ પર મોકલવામાં આવ્યો હતો, જ્યાંથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપીની અટકાયત કર્યા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW