HomeGujaratશેર માર્કેટમાં કડાકો, સેંસેક્સ 1000 પોઈન્ટ ડાઉન નિફ્ટી 17350થી નીચે

શેર માર્કેટમાં કડાકો, સેંસેક્સ 1000 પોઈન્ટ ડાઉન નિફ્ટી 17350થી નીચે

આ અઠવાડિયાના અંતિમ દિવસોમાં શેર માર્કેટની સ્થિતિ કંગાળ જોવા મળી રહી છે. ડોમેસ્ટિક શેર માર્કેટે ન માત્ર ત્રણ દિવસ તેજી જોઈ પણ સૌથી મોટી એક દિવસીય ઘટની ઝપેટમાં આવતા રોકાણકારો માથે હાથ દઈને બેસી રહ્યા છે. માર્કેટ ખુલતા જ શુક્રવારે સેંસેક્સ 500 પોઈન્ટ ગગડ્યો હતો. ટૂંક જ સમયમાં આ પાઈન્ટ 1000થી નીચે આવી ગયો હતો. નિફ્ટીની સ્થિતિ પણ કંગાળ થઈ ગઈ હતી.

તાજેતરમાં લીસ્ટેડ થયેલી કંપની ઝોમાટોના સ્ટોકમાં મોટું નુકસાન થયું હતું. માત્ર છ ટકાથી મોટી પછડાટ મળતા કંપનીને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. SGF નિફ્ટી એક ટકાથી ગગડતા એ વાતના સંકેત મળ્યા હતા કે, ડોમેસ્ટિક માર્કેટમાં નુકસાન થવાનું છે. પ્રિ ઓપન સેશનમા BSE આશરે 480 પોઈન્ટ ગગડ્યો હતો. જેવું માર્કેટ ઓપન થયું સેંસેક્સ 636 પોઈન્ટથી વધારે પોઈન્ટ ગગડી 58300થી નીચે આવી ગયું હતું. આ જ રીતે NSE નિફ્ટી આશરે 200 પોઈન્ટ ગગડીને 17400 પોઈન્ટની આસપાસ આવી ગયું હતું. ટૂંક જ સમયમાં માર્કેટની સ્થિતિ બગડી અને નુકસાનીનો આંક મોટો થઈ ગયો. સેંસેક્સ 700 પોઈન્ટથી વધારેથી ગગડીને ફરી સ્થિર થાય એવી આશા હતી. પણ મોટી પછડાટ યથાવત રહી હતી. નિફ્ટી 200થી પોઈન્ટથી ગગડીને 17400 પોઈન્ટ નીચે આવી ચૂક્યું હતું. વારે 10.00 વાગ્યા આસપાસ સેંસેક્સ 984 પોઈન્ટથી ગગડીને 58000થી નીચે પહોંચી ગયો હતો. નિફ્ટી આશરે 1.50 ટકાના ઘટાડા સાથે 17350 પોઈન્ટ નીચે આવી ચૂક્યો હતો. આ પહેલા પણ ગુરૂવારે કારોબારમાં મંદી જોવા મળી હતી. સેંસેક્સ 460.06 પોઈન્ટથી વધીને 58926 પોઈન્ટ પર બંધ થયું હતું. નિફ્ટી આ જ ટ્રેડ પર 142.05 પોઈન્ટ પર વધારા સાથે 17605 પોઈન્ટ પર બંધ થયો હતો.

થોડા દિવસ પહેલા અમેરિકામાં 40 વર્ષના ગાળામાં સૌથી વધુ મોંઘવારી જોવા મળી હતી. આ જાણકારી સામે આવ્યા બાદ એવી આશંકા હતી કે આની વૈશ્વિક અસર થશે.જેના કારણે રોકાણકારોને મોટી અને સીધી અસર થશે. આ કડાકાને કારણે કેટલીક સરકારી કંપનીઓને પણ અસર પહોંચી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW