HomeGujaratનવાઝુદ્દિન સિદ્દીકીએ આઈટમ ગર્લ બનીને કર્યું પર્ફોમ, કંગનાએ ફોટો શેર કર્યા

નવાઝુદ્દિન સિદ્દીકીએ આઈટમ ગર્લ બનીને કર્યું પર્ફોમ, કંગનાએ ફોટો શેર કર્યા

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દિન સિદ્દીકીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. પોતાની એક્ટિંગના દમ પર તેણે ઘણા લોકોના દિલ જીતી લીધા છે. આ ઉપરાંત ફેસ એક્સપ્રેશન અને ડાયલોગ ડિલેવરીના મામલે તે વિલનની ઈમેજમાં પણ ફીટ બેસે છે. દરેક પ્રકારની એક્ટિંગ કરતો તે જોવા મળ્યો છે. પોતાનું પાત્ર ભજવવા માટે તે જે તે પાત્રમાં ઊંડો ઊતરી જાય છે. એ પછી કોમેડી રોલ હોય કે પોલીસ વાળાનો. દરેક પાત્રમાં તે ખરો ઊતર્યો છે.

પણ પહેલી વખત તેણે એક અલગ પાત્ર ભજવ્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગના રણૌતે નવાઝની કેટલીક તસવીર શેર કરી છે. જેમાં તે લોંગ ગાઉન પહેરેલો જોવા મળે છે. લાંબા વાળ રાખ્યા છે. એકદમ યંગલેડી જેવો દેખાય છે. આ તસવીર ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરૂ’ની છે. જેમાં નવાઝ યુવતીની જેમ લટકા ઝટકા મારી રહ્યો છે. કંગનાએ આ તસવીર શેર કરતા લખ્યું છે કે, So Hot… આ તસવીર તેણે નવાઝને ટેગ પણ કરી છે. એક તસવીરમાં કંગનાએ શ્રીદેવનું ગીત, બિજલી ગીરાને મૈં હું આઈ પણ કેપ્શન આપ્યું છે. આ ફિલ્મની નિર્માતા કંગના રણૌત પોતે જ છે. ગત વર્ષે તેણે આ ફિલ્મનું એલાન કરી દીધું હતું. આ ફિલ્મના ડાયરેક્ટર સાઈ કબીર છે. આ ફિલ્મમાં તે પહેલા ઈરફાન ખાનને કાસ્ટ કરવા માગતી હતી. પણ એમના મૃત્યું બાદ નવાઝુદ્દિનને ફિલ્મ આપી દેવામાં આવી. આ ફિલ્મમાં નવાઝ સાથે ટીવી એક્ટ્રેસ અવનીત કૌર જોવા મળશે. આ સિવાય આવનારા સમયમાં ટાઈગર શ્રોફ અભિનીત હીરોપંતી-2માં પણ તે જોવા મળશે. આ ફિલ્મમાં તે નેગેટિવ રોલમાં છે.

એક્ટિંગને લઈને નવાઝને કાયમ સારા પ્રોજેક્ટ મળતા રહ્યા છે. તાજેતરમાં નવાઝને સુધીર મિશ્રાની સીરિઝ સીરિયસમેનમાં એના બેસ્ટ પર્ફોમન્સને લઈ આંતરરાષ્ટ્રીય એમી પુરસ્કારમાં પણ નોમિનેટ કરાયો હતો. બોલિવૂડમાં સારી એવી ફેમ અને મોટું નામ ધરાવતો હોવા છતાં તે ઘણી સાદી લાઈફ જીવી રહ્યો છે. તે બને ત્યાં સુધી લાઈમલાઈટથી દૂર રહે છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ખોટું સ્ટારડમ અને ગ્લેમરની દુનિયા પસંદ નથી. એટલે જ તે કોઈ બોલિવૂડની પાર્ટીમાં જવાનું પસંદ કરતો નથી. એટલું જ નહીં કોઈ ફિલ્મ ઈવેન્ટમાં પણ તે જતો નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW