HomeGujarat50 થિએટર્સમાં ફરી રીલિઝ થઈ 'પુષ્પા',ઓન કેમેરા શ્રેયસે કહી આ વાત

50 થિએટર્સમાં ફરી રીલિઝ થઈ ‘પુષ્પા’,ઓન કેમેરા શ્રેયસે કહી આ વાત

જ્યારે પણ સાઉથના સુપરસ્ટારની વાત કરવામાં આવે છે ત્યારે અલ્લુ અર્જુનનું નામ પહેલા ક્રમે આવે છે. પણ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’થી તેણે દેશવાસીઓના દિલ જીતી લીધા છે. દેશના દરેક ખૂણામાં એનો ચાહકવર્ગ ઊભો થયો છે. આ ફિલ્મ સુપરહિટ જતા એને હવે બોલિવૂડમાંથી પણ ઓફર્સ મળી રહી છે. તા.17 ડીસેમ્બરના રોજ રીલિઝ થયેલી ‘પુષ્પા’ કોરોના મહામારી વચ્ચે પણ કોરોડની આવક મેળવી રહી છે. જે પછીથી એમેઝોન પ્રાઈમ પર રીઝિલ કરવામાં આવી હતી.

ફિલ્મની સ્ટોરી દર્શકોને છેક સુધી જકડી રાખે છે જ્યારે એના ડાયલોગનો લોકો પર એક પ્રભાવ છે. ગીતની અઢળ રીલ્સ બની રહી છે. ‘પુષ્પા’ના હિન્દી વર્ઝનમાં અલ્લુ અર્જુનનો અવાજ ફિલ્મ અભિનેતા શ્રેયસ તલપડેએ આપ્યો છે. આ વાત ઈન્ટરનેટ પર જંગલમાં લાગેલી આગની માફક ફેલાઈ જતા સોશિયલ મીડિયા થકી એના પર શુભેચ્છાની વર્ષા થઈ રહી છે. શ્રેયસનો એક વીડિયો સામે આવ્યો છે. જે વિરલ ભાયાણીએ શેર કર્યો છે. જેમા તે પુષ્પાની સ્ટાઈલમાં ડાયલોગ બોલતો જોવા મળી રહ્યો છે. પુષ્પા નામ સુનકે ફ્લાવર સમજે ક્યા…ફાયર હૈ મે…આ વીડિયો બાદ લોકો એના જોરશોરથી વખાણ કરી રહ્યા છે. તમામ લોકો તેને પણ આવો કોઈ રોલ પ્લે કરવા માટે કહી રહ્યા છે. તો કેટલાક યુઝર્સે કહ્યું કે, યાર દિલ જીતી લીધું. ‘પુષ્પા’માં લીડ એક્ટર રહેલા અલ્લુ અર્જુનનો અવાજ શ્રેયસના અવાજને ખૂબ જ મળતો આવે છે. તેણે ‘પોસ્ટર બોય’, ‘હમ તુમ શબાના’, ‘ઈકબાલ’ અને ‘ગોલમાલ’ જેવી ફિલ્મો કરી છે. હવે ફિલ્મ ‘પુષ્પા’માં જોરદાર વોઈસ ઓવર આપીને તેણે દેશવાસીઓના દિલ જીતી લીધા છે.

પ્રોડક્શન ટીમનો ભાગ હોવાથી કોઈ લાઈમ લાઈટ્સમાં આવ્યો નથી. કેમેરા સામે પણ દેખાયો નથી. થોડા સમય પહેલા તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે ફિલ્મનો ડાયલોગ બોલતા જોવા મળ્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક ડબિંગ વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. પછી વોઈસ ઓવરનો એક એક્સપિરિયન્સ શેર કર્યો હતો. તેણે કહ્યું કે, હું અલ્લુ અર્જુનનો વોઈસ ઓવર કરવા માટે ઉત્સાહી હતો. લોકો ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. તાજેતરમાં આપેલી એક ખાસ મુલાકાતમાં તેણે કહ્યું કે, ફિલ્મને મળી રહેલા પ્રતિસાદથી ખુશ છું. એક કલાકાર તરીકે એક ખુશીની વાત હોય છે કે, તમારા કામના લોકો વખાણ કરે.

ખુદને ભાગ્યશાળી માનું છું કે, હું રેગ્યુલરમાં કોઈ ડબિંગ કરતો નથી. આ પહેલા મેં એક માત્ર ફિલ્મ ડબ કરી હતી એ હતી ધ લાયનકિંગ. એ પણ બોક્સઓફિસ પર સારી ચાલી હતી. હવે પુષ્પા કરોડો કમાઈ રહી છે. આ ફિલ્મને તામિલનાડુંના 50 થિએટર્સમાં ફરીથી રીલિઝ કરવામાં આવી છે. કારણ કે સિનેમા પાસે હાલ બીજી કોઈ ફિલ્મ ન હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW