HomeGujaratબેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર, 28થી 30 સપ્ટેમ્બરની હડતાળ મુલતવી

બેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર, 28થી 30 સપ્ટેમ્બરની હડતાળ મુલતવી

દેશભરના બેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ત્રણ દિવસની બેંક હડતાળ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. રવિવારે મોડી રાત્રે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે થયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

બેઠક દરમિયાન બેંક કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓ ઉપરાંત અઠવાડિયામાં પાંચ દિવસ બેંકિંગ સેવા અને શનિવાર-રવિવારની રજાના મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પાંચ દિવસના બેંકિંગ સપ્તાહના મુદ્દે યોગ્ય ઉકેલ લાવવા માટે IBA અને UFBUના પ્રતિનિધિઓની સંયુક્ત ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ સમિતિ ગ્રાહકો તેમજ અન્ય સંબંધિત હિતધારકો સાથે પણ ચર્ચા કરશે.

બેઠકમાં Scale-4 તથા તેનાથી ઉપરના અધિકારીઓ માટેની Performance Linked Incentive (PLI) યોજના અંગે પણ ચર્ચા થઈ હતી. યોજનામાં જરૂરી સુધારા કરીને સરકાર સમક્ષ સુધારેલો પ્રસ્તાવ રજૂ કરવા સંમતિ થઈ છે. સાથે જ 8 માર્ચ, 2024ની બેઠકમાં ચર્ચાયેલા અન્ય બાકી મુદ્દાઓના નિરાકરણ માટે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો આગળ ચાલુ રાખવામાં આવશે.

જોકે, સપ્ટેમ્બરની ત્રણ દિવસીય હડતાળને કાયમી ધોરણે રદ કરવામાં આવી નથી, પરંતુ તેને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. UFBU તરફથી જણાવાયું છે કે જો કર્મચારીઓની માંગણીઓ તથા બેઠકમાં થયેલી સમજૂતીઓનો સમયસર અમલ નહીં થાય તો 26 ઓક્ટોબરથી દેશવ્યાપી અનિશ્ચિત મુદતની હડતાળનું આહ્વાન કરવામાં આવી શકે છે.

હાલ માટે 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન બેંકોનું નિયમિત કામકાજ ચાલુ રહેવાનું હોવાથી બેંક ગ્રાહકો, વેપારીઓ અને અન્ય વ્યવસાયિકોને મોટી રાહત મળી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW