HomeGujaratમોરબીમાં અલ્ટો કારમાંથી ૨૬૨ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, એક શખ્સ ઝડપાયો

મોરબીમાં અલ્ટો કારમાંથી ૨૬૨ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, એક શખ્સ ઝડપાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નિર્મલ જ્યોત પેટ્રોલપંપ પાસે નેશનલ હાઇવે રોડ પરથી અલ્ટો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાંથી વિદેશી દારૂની ૨૬૨ બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સામાકાંઠે આવેલા નિર્મલ જ્યોત પેટ્રોલપંપ નજીક નેશનલ હાઇવે રોડ પર શંકાસ્પદ હાલતમાં એક અલ્ટો કાર નજરે પડતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.

પોલીસે કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ ૨૬૨ બોટલ, કિંમત રૂ. ૪૭,૧૧૮ મળી આવી હતી. ઉપરાંત પોલીસે રૂ. ૨.૫૦ લાખની અલ્ટો કાર પણ કબજે કરી હતી. આમ, પોલીસે કુલ રૂ. ૨,૯૭,૧૧૮નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે બળદેવભાઈ ઉર્ફે બાલો નાગરભાઈ સાકરીયા, રહે. લાલપર, તા. મોરબીને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW