વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના અગ્રણી અનિલભાઈ સોમૈયા તથા ભાવનાબેન સોમૈયા નાં ભાણેજ સ્વ.સ્નેહલ હસમુખભાઈ પુજારા નું ચાર માસ પહેલા દુઃખદ અવસાન થયુ હતુ. તેની ચોથી માસિક પુણ્યતિથિએ પરિવારજનો દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે અનિલભાઈ સોમૈયા, ભાવનાબેન સોમૈયા, હસમુખભાઈ ચીમનલાલ પુજારા, રાજભાઈ સોમૈયા, નંદનીબેન સોમૈયા સહીતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.