HomeGujaratમોરબીમાં હવામાન પલટાયું તેજ પવન ફૂંકાતા શહેરમાં ધૂળનું સામ્રાજ્ય છવાયું

મોરબીમાં હવામાન પલટાયું તેજ પવન ફૂંકાતા શહેરમાં ધૂળનું સામ્રાજ્ય છવાયું

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં આ સપ્તાહ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.આ કમોસમી વરસાદની અસર થવાની શરુઆત થઇ ચુકી હોય તેમ મોરબી શહેરમાં બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો અને બપોરે વાદળછવાતા અંધકાર છવાઈ ગયો હતો

સાથે સાથે તેજ પવન ફૂકાયો હતો.શહેરમાં અચાનક તેજ પવન ફૂકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને આખું શહેર જાણે આ ડમરીની ચાદરમાં લપેટાઈ ગયું હોય તેવાં દ્રશ્ય સર્જાયા હતા.મોરબી શહેર અને આસપાસના વિસ્મોતારમાં ધૂળના કારણે વાહન ચાલકોને પણ બહરે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

મોરબીમાં ઠંડા પવન ફૂકાવવાના કારણે ઠંડીનું જોર પણ વધ્યું છે. રાજ્યના અલગ અલગ શહેરમાં પડેલા કમોસમી વરસાદની અસર મોરબીમાં ઠંડા પવન ફૂકાતા સાંજના સમયે મોરબીવાસીઓને ઠંડીનો અનુભવ થયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW