જાન્યુઆરી મહીના પ્રથમ પખવાડિયામાં કમોસમી વરસાદ અને કડકડતી ઠંડીનો અહેસાસ થયા બાદ હવે બીજા પખવાડિયાથી રાહતના સમાંચાર મળી રહ્યા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઉતરાયણ બાદ પવનની દિશા બદલાતા હવે ઠંડી માંથી મહદ અંશે રાહત મળી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનના લઘુતમ પારો ઉંચકાતા સૌરાષ્ટ્રવાસીઓને કડકડતી ઠંડીમાંથી થોડી રાહત મળી છે.સોમવારે કચ્છના નલિયા સિવાય સર્વત્ર લઘુતમ તાપમાન બે આંકડામાં આવી ગયું છે. તો દિવસ દરમિયાન તાપમાન ઉચકાંયું હતું. કચ્છના નલીયામાં આજે સવારે 8.8 ડીગ્રી ન્યુનતમ તાપમાન હતું તો રાજકોટમાં 13.3, ભાવનગરમાં 14.2, ભૂજ 12.8, દ્વારકા 16.3, પોરબંદર 17 અને વેરાવળમાં પણ 17 ડીગ્રી નોધાયો હતો મહતમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 30 ડીગ્રી,ઓખામાં 23 ભાવનગરમાં 25.6 ભુજમાં 27.6,પોરબંદરમાં 29 ડીગ્રી નોધાઇ ઘટી જેના કારણે દિવસે પણ દિવસે પણ ગરમીનો અનુભવ થયો હતો
જામનગર
જામનગરમાં આજે લઘુતમ તાપમાન નો પારો 13.5 ડીગ્રી એ નોંધાયો હતો. જો કે પવન ની ગતિમાં વધુ રહી હતી.આમ વહેલી સવારે ઠંડીમાં મહદ ધટાડો જોવા મળ્યો હતો. જો કે આમ છતાં વહેલી સવારે માર્ગો સુમસામ નજરે પડતા હતા.
જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન 25.5 ડિગ્રીની સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 6 કિ.મી.ની ઝડપ સુધી પણ પહોંચી હતી.
ખંભાળિયા
ખંભાળિયા પંથકમાં તાજેતરના મકરસંક્રાંતિના દિવસોમાં ઠંડીનો પારો ગગડેલો રહ્યો હતો. લોકોએ કાળઝાળ ઠંડીનો અનુભવ કર્યો હતો. આ હેમાળાના કારણે આ દિવસોમાં જનજીવન પ્રભાવિત બની રહ્યું હતું. ખંભાળિયા તાલુકા સાથે જિલ્લામાં સિંગલ ડિઝીટ સુધી પહોંચી ગયેલા તાપમાનના પારામાં ગઈકાલથી થોડો વધારો થયો છે અને તાપમાન ઊંચકાતા ગાત્રો થીજાવતી ઠંડીથી લોકોને રાહત અનુભવાઇ રહી છે. રાત્રિના તથા સવારના સમયે ઠંડી ભર્યા માહોલ વચ્ચે બપોરના સમયે ઠંડીથી રાહત બની રહી છે.

