HomeGujaratમુંબઈ એરપોર્ટ ઉપર જામનગરની ફ્લાઈટને નડ્યો અકસ્માત, પુશબેક કરતા ટ્રેકટરમાં આગ લાગી

મુંબઈ એરપોર્ટ ઉપર જામનગરની ફ્લાઈટને નડ્યો અકસ્માત, પુશબેક કરતા ટ્રેકટરમાં આગ લાગી

મુંબઈ એરપોર્ટ ઉપર આજે સવારે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં મુંબઈથી જામનગર જતી એર ઈન્ડિયાની 85 મુસાફરો ભરેલી ફ્લાઈટને પુશ કરતી વખતે ટ્રેકટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેક્ટરમાં લાગેલી આગને આગમાં કાબુ લીધા બાદ વિમાનની ચકાસણી કરીને તેમને ત્યાંથી ટેકઓફ કરવાની મંજૂરી મળી હતી.

મુંબઈ એરપોર્ટ ઉપર આજે બપોરના અરસામાં એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. મુંબઈથી જામનગર આવતી એરઈન્ડિયાની 85 પેસેન્જર ભરેલા વિમાનને પુશબેક કરતા સમયે પુશ કરી રહેલા ટ્રેક્ટરમાં અચાનક આગ લાગી હતી. આગ લાગ્યા બાદ એરપોર્ટના અધિકારીઓ વચ્ચે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રેક્ટરમાં આગ લાગી ત્યારે મુસાફરોથી ભરેલુ વિમાન તેનાથી અંદાજે 15 ફુટના અંતરે જ હતું. સદનસીબે વિમાનને કોઈ જ નુકશાન થયું ન હતું અને તમામ યાત્રિકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યાં હતાં.

વિમાનને પુશ કરી રહેલા ટ્રેક્ટરમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. જો કે આ આગ કેવી રીતે લાગી તેનું કારણ સામે આવ્યું નથી. આગના કારણે જામનગરની ફ્લાઈટ અંદાજે 20 મીનીટ મોડી રવાના થઈ હતી. એરલાઈન અને એરપોર્ટ દ્વારા આ ઘટના અંગે કોઈપણ પ્રકારનું સત્તાવાર નિવેદન અપાયું નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW