મોરબીના પ્રસિદ્ધ મણીમંદિર પાસે લાંબા સમયથી દરગાહ દ્વારા વિવાદીત બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી રહી છે આ બાબતે અગાઉ પણ સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. આ જોકે તે વિવાદિત બાંધકામ દુર ન થતા તાજેતરમાં હેરીટેજ બચાઓ સંઘર્ષ સમિતિ દ્વારા તાજેતરમાં કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલી તકે ગેરકાયદે બાંધકામ અટકાવવા માંગણી કરી હતી આ બાબતે પાલિકા દ્વારા દરગાહના મુંજાવરને નોટીસ પાઠવી છે આ નોટીસમાં તેમણે જણાવ્યું હતું કે આ વીસ્તારમાં પાલિકાની પૂર્વ મંજુરી વિના નીતિ નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામ દબાણ ખડકાયુ હોવાનું સામે આવ્યું છે જેથી પાલિકાએ તાત્કાલિક અસરથી બાંધકામ અટકાવવા અને 3 દિવસમાં જાણ કરવા જણાવ્યું હતું અને હવે આ બાંધકામ આગળ નહી વધારવા સુચના આપવામાં આવી છે. જો આ ગેરકાયદે બાધકામ અટકાવામાં નહી આવે તો તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોધવામાં આવશે તેવી પણ સુચના આપવામાં આવી છે
અત્રે ઉલ્લેખનીય છે કે મણી મંદિરનો હાલ મોરબીના રાજવી પરિવારનો કબજો છે હવે પાલિકાની નોટિસ બાદ આગામી સમયમાં આ વિવાદીત બાંધકામ બાબતે શુ પગલાં લેવાશે તે જોવાનું રહ્યુ

