HomeNationalInter Nationalઅમૃતસર એરપોર્ટ ઉપર એકી સાથે 125 પ્રવાસીઓ કોરોના પોઝિટીવ આવતા હડકંપ

અમૃતસર એરપોર્ટ ઉપર એકી સાથે 125 પ્રવાસીઓ કોરોના પોઝિટીવ આવતા હડકંપ

દેશમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. તો બીજી તરફ વિદેશથી પરત ફરી રહેલા કોરોનાના કેસો વધારી રહ્યાં છે. આવી જ એક ઘટના આજે અમૃતસર એરપોર્ટ ઉપર ઘટી હતી. જેમાં ઈટાલીથી પંજાબના અમૃતસરમાં આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 125 યાત્રીકો કોરોના પોઝિટીવ આવ્યાં છે.

જેના કારણે ચિંતામાં વધારો થયો છે. દેશમાં પહેલી વખત કોઈ ફ્લાઈટમાં આટલી મોટી સંખ્યામાં મુસાફરો કોરોના પોઝિટીવ આવ્યાં હોય તેવી આ પહેલી ઘટના બની છે.

અમૃતસર એરપોર્ટ ડિરેક્ટર વીકે શેઠે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાની ઈટાલી-અમૃતસર ફ્લાઈટમાં 125 યાત્રિકોને કોરોના પોઝિટીવ આવ્યો છે. અમૃતસર એરપોર્ટ ઉપર તે તમામનો ટેસ્ટ કરાયો હતો જેમાં તેઓ પોઝિટીવ આવતા તમામને ક્વોરેન્ટાઈન કરાયા છે.

અમૃતસર એરોપ્ટ ઉપર એર ઈન્ડિયાની ફ્લાઈટના મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ કોરોના પોઝિટીવ નીકળતા રાજ્ય સરકારની ચિંતમાં વધારો થયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW