પીયુષ જૈનને ત્યાં રૂ. 194 કરોડની રોકડ અને 23 કિલો સોનાની રિકવરી બાદ આવકવેરા અને GSTની ટીમએ અખિલેશ યાદવના નજીકના એમએલસી પુષ્પરાજ ઉર્ફે પમ્મી જૈનને ત્યાં દરોડા પાડ્યા છે. શુક્રવારે વહેલી સવારે ટીમ પુષ્પરાજ જૈનના અનેક સ્થળોએ પહોંચી હતી. એના કનોજના ઘર સિવાય પુષ્પરાજના નોઈડા, કાનપુર, હાથરસ અને મુંબઈ સહિત અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારથી અધિકારીઓ 50 જુદી-જુદી જગ્યાએ દરોડા પાડી રહ્યા છે.
દરોડામાં શું મળ્યું, તેની માહિતી હજુ મળી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટેક્સ ચોરીના આરોપમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. પુષ્પરાજ જૈન ઉપરાંત આવકવેરા વિભાગની ટીમ કન્નૌજના અન્ય પરફ્યુમ વેપારી મોહમ્મદ યાકુબને ત્યાં પણ દરોડા પાડી રહી છે. આ પહેલા પીયુષ જૈનના દરોડાને સમાજવાદી પાર્ટી સાથે જોડવા પર પાર્ટીના નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો. એમએલસી પુષ્પરાજ જૈને પણ કહ્યું હતું કે, તેમને પીયૂષ જૈન સાથે કોઈ લેવાદેવા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુષ્પરાજ અને પીયૂષ જૈનના ઘર કન્નૌજમાં નજીકમાં છે, પરંતુ પીયૂષની ધરપકડ બાદ પુષ્પરાજ જૈને કહ્યું હતું કે તેમની વચ્ચે ક્યારેક હાય-હેલ્લોથી વધુ કોઈ સંબંધ નથી. પીયૂષ જૈન પરના દરોડાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો હતો.

જુદી જુદી અભેરાઈ માંથી દોઢસો કરોડની કેશ મળી હતી. તા. 23 ડિસેમ્બરના રોજ સવારે નોટનું કાઉન્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું તે પછી 23 કિલો સોનું મળી આવ્યું. આ મામલો માત્ર જીએસટીની કરચોરીનો ન હતો આટલી મોટી સંખ્યામાં કેશ મળવી એ સામાન્ય ન કહેવાય. કેસ ગણવા માટે કુલ ૧૮ મશીન મંગાવ્યા હતા. આટલી મોટી કેશ ગણતા અધિકારીઓને પરસેવો વળી ગયો હતો એ પછી આ તમામ રકમ ટ્રકમાં ટ્રાન્સફર કરી બેંકમાં લઇ જવાઇ હતી. અધિકારીઓને મળેલા દસ્તાવેજમાંથી જાણવા મળ્યું હતું કે વેપારીની માત્ર ભારતમાં જ નહીં દુબઇમાં પણ સંપત્તિ હતી. પીયૂષની કાનપુરમાં ચાર, કનોજમાં સાત, મુંબઈમાં બે અને દિલ્હીમાં એક સંપતિ છે. પણ કેશના મામલે આ સૌથી મોટી રેડ હોવાનું મનાઈ રહ્યું છે.

