HomeGujaratCentral Gujaratસુરત સિટીમાં રિંગ રોડ ઓવરબ્રીજની નીચેથી ટ્રક પસાર થતા રસ્તો બેસી ગયો...

સુરત સિટીમાં રિંગ રોડ ઓવરબ્રીજની નીચેથી ટ્રક પસાર થતા રસ્તો બેસી ગયો હતો

એટલું જ નહીં ટ્રક પણ આ મોટા ખાડામાં ફસાઈ ગયો હતો. જેથી તંત્રએ બેરીકેટ મૂકીને રસ્તો ક્લિયર કરાવ્યો હતો. પણ આ મામલે સુરત તંત્રની પોલ છતી થઈ ગઈ છે. રસ્તા અને ખાડા બુરવાના કામમાં કેવી લોલમલોલ ચાલે છે એનો આ કિસ્સો પુરાવો છે. સુરતના વિસ્તાર એવા સહારા દરવાજા ખાતે લોડેડ ટ્રક ફસાઈ જવાના કિસ્સો બન્યો છે.

બાદમાં ટ્રકને ખાડામાંથી બહાર કાઢવા JCBની મદદ લેવામાં આવી હતી. ઓવર બ્રીજ નીચે ડ્રેનેજ લાઈનના ખાડામાં બેદરકારી થઈ છે એ વાત પુરવાર થઈ છે. આ ખાડો તો બુરી દેવામાં આવ્યું પણ ગુણવત્તા યુક્ત કામની ખામી જોવા મળી છે. કામકાજ દરમિયાન જ રસ્તા બેસી જતા ટ્રક ફસાઈ ગઈ હતી. જેથી તંત્ર તરફથી કરાયેલી નબળી કામગીરીની પોલ ખુલી ગઈ હતી. આસપાસના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, એક વખત અહીં ડ્રેનેજ લાઈન નાંખી દીધા બાદ રસ્તાનું પેચવર્ક યોગ્ય રીતે અને ગુણવક્તાયુક્ત થયું નથી. તેથી રસ્તો બેસી ગયો હતો. ગુરૂવારે સવારે 5.30 કલાકે એક ટ્રક અહીં ફસાઈ ગયો હતો. ટ્રક કપચી ભરી હજીરાથી કડોદરા જતો હતી. એ સમયે ટ્રક ખાડામાં જતા રસ્તા પર લાંબા અંતર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. અનેક વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. જોકે ટ્રાફિકના જવાનોએ બેરીકેટ મૂકી ટ્રકને કોર્ડન કરી ટ્રાફિક ખુલ્લો કરવાનો પ્રયાસ કરાયો હતો. કાપડ માર્કેટ અને શાકભાજી માર્કેટ વાળા અતિશય ભીડ ધરાવતા વિસ્તારમાં ટ્રક ફસાઈ જતા અનેક લોકો સવાર સવારમાં હેરાન પરેશાન થયા છે. ટ્રક પણ રેતીથી ઓવરલોડ હતો. એવું સ્થાનિકો કહે છે. આ રીતે ઓવરલોડ થઈને દોડતા ટ્રકને કારણે કોઈ મોટો અકસ્માત પણ થઈ શકે.

બેફામ પણે દોડી રહેલા ટ્રક અને ડમ્પરની સમસ્યા મહાનગરમાં નવી નથી. પણ જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે રોડ અને ખાડાને સમથળ કરવામાં કેવી લોલમલોલ ચાલે છે એના પુરાવા મળે છે. બીજી તરફ વહેલી સવારે આવી ઘટના બનતા લોકો પણ હેરાન થાય છે. તંત્ર તરફથી પણ આવી ઘટના ન બને એવા પ્રયાસો થવા જોઈએ. ખાસ કરીને બેફામ રીતે દોડતા ટ્રક સામે તંત્ર આંખ લાલ કરી શકે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW