HomeGujaratમાંડવીના વિજય વિલાસ પેલેસમાંથી કિંજલ દવેએ શેર કરી જોરદાર તસવીર

માંડવીના વિજય વિલાસ પેલેસમાંથી કિંજલ દવેએ શેર કરી જોરદાર તસવીર

ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવેએ પોતાના અવાજથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. સમયાંતરે એ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને પોતાના ચાહકોને અપડેટ આપે છે. હવે તેની શાનદાર તસવીર સામે આવી છે. જેમાં તે માંડવીમાં આવેલા વિજય વિલાસ પેલેસમાં ફોટો ક્લિક કરાવી રહી છે. આ ફોટા પર અનેક ચાહકો પણ પોતાની કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સને પણ એના આ ફોટો પસંદ પડ્યા છે.

હાલમાં કિંજલ દવે પોતાના ફિયોન્સ પવન જોશી સાથે કચ્છના પ્રવાસે નીકળી છે. કચ્છમાંથી પણ તેણે શાનદાર તસવીર શરે કરી છે. આ તસવીરો પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. કોમેન્ટ કરીને એને શુભેચ્છા પણ આપી રહ્યા છે. કિંજલ આ તસવીરમાં મસ્ત લાગી રહી છે. જીન્સ અને બ્લેક ટી શર્ટ સાથે બ્લેક એન્ડ વ્હાઈટ જેકેટમાં વિન્ટર કુલમાં જોવા મળી છે. તેમણે પોતાનો કચ્છ પ્રવાસ યાદગાર બનાવવા માટે ઘણી બધી ક્લિક કરી છે. જે તમામ ફોટા તેણે પોતાના સોશિયલ મીડિયા પણ શેર કર્યા છે. ટ્રેડિશનલ કરતા તે સાવ અલગ અંદાજમાં જોવા મળી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર કિંજલે કુલ આઠ તસવીર શેર કરી છે. જે દરેક તસવીરમાં એનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. વિજય વિલાસ પેલેસના જુદા જુદા પેસેજમાં તેણે ઘણા ફોટો ક્લિક કર્યા છે. એની સાથે વિજય વિલાસ પેલેસની ભવ્યતા પણ જોવા મળી છે. આ સિવાય પણ તેણે સફેદ રણની વિઝિટ કરી હતી. ત્યાં સનસેટ સાથે ફોટો ક્લિક કર્યા છે. આ તસવીર સાથે કિંજલે એક ખાસ કેપ્શન પણ મૂક્યું છે કે આ ફક્ત કાળા અને સફેદ વિશેની વાત નથી પણ આ બે ચરમસીમાઓ વિશે છે. આ સાથે તેમણે વિજયવિલાસ પેલેસનો એક હેશટેગ પણ બનાવ્યો છે.

આ બધા ફોટો તેણે પોતાની એક ઈન્સ્ટા સ્ટોરી ઉપર પણ મૂક્યા હતા. આની સાથે કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. જેમાં તે ખુશ મિજાજમાં જોવા મળી રહી છે. પેલેસની અંદર પણ જુદી જુદી જગ્યાએથી તેણે ફોટો ક્લિક કર્યા છે. અનેક એવા અંદાજ અને પોઝ આપેલા છે. ફેન્સ એની આ તસવીર પર દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત તેણે માંડવી બીચ પર સનસેટ સાથે પણ ફોટો ક્લિક કર્યો હતો. ગળામાં શાલ વીટીને તેણે આ ફોટો ક્લિક કર્યો હતો.

આ સાથે તેણે પોતાના ફિયોન્સ પવન જોશની તસવીર પણ શેર કરી છે. કપલ હાલમાં પોતાના ગોલ્ડન ડેને સેલિબ્રેટ કરી રહ્યું છે. પવને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એના તથા કિંજલના ફોટો શેર કર્યા હતા. માંડવીના વિજય વિલાસ પેલેસ પાસે ઊભા રહીને તેમણે એક ફોટો ક્લિક કરાવ્યો હતો. જોકે, ફેન્સ એેના પોઝની પણ પ્રશંસા કરી રહ્યા છે. માત્ર ઉત્તર ગુજરાત કે અમદાવાદ જ નહીં આખા ગુજરાતમાં કિંજલ દવેના ફેન્સ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW