બેંગલુરુ, ગુરુવાર
કર્ણાટક વિધાનસભાએ ગુરુવારે હંગામા વચ્ચે ધર્માંતરણ વિરોધી ખરડાને મંજૂરી આપી છે. કર્ણાટક ધર્મની સ્વતંત્રતા અધિકારનું સંરક્ષણ વિધેયક-20211 પારીત કરતી વખતે વિધાનસભામાં ભારે હંગામો થયો હતો. આ બિલ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના નેતૃત્વવાળી ભાજપ સરકારે વિપક્ષ કોંગ્રેસને બેકફૂટ પર લાવી દીધી હતી. બોમ્મઈ સરકારે દાવો કર્યો હતો કે સિદ્ધારમૈયાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં કોંગ્રેસ દ્વારા આ કાયદા તરફ આગળ વધવાની શરૂઆત થઈ હતી. સત્તારુઢ પક્ષે ગૃહની સમક્ષ પોતાના દાવાના સમર્થનમાં કેટલાક દસ્તાવેજો પણ રાખ્યા હતા.
જોકે વિધાનસભામાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ શરૂઆતમાં આરોપોને રદિયો આપ્યો હતો, પરંતુ બાદમાં તેમણે સ્પીકર કાર્યાલયમાં રેકોર્ડ જોયા અને તેના પછી સ્વીકાર કર્યો કે મુખ્યમંત્રી તરીકે તેમણએ આના સંદર્ભે માત્ર એક ડ્રાફ્ટ બિલ કેબિનેટ સમક્ષ મૂકવા માટે કહ્યું હતું. તેના પર કોઈ નિર્ણય કરાયો ન હતો.
આ કહેતા કે કોંગ્રેસે બિલના હાલના સ્વરૂપનો પુરજોર વિરોધ કરે છે, પાર્ટીએ બિલન જનવિરોધી, અમાનવીય, બંધારણ વિરોધી, ગરીબ વિરોધી અને કઠોર ગણાવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે બિલને પારીત કરવું જોઈએ નહીં. કોઈપણ કારણથી તેને સરકાર દ્વારા પાછું લેવું જોઈએ. બિલને ચર્ચા માટે રજૂ કરતી વખતે ગૃહ મંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યુ કે કાયદો કોઈપણ ધર્મની વિરુદ્ધ નથી અને આ પ્રકારનો કાયદો આઠ રાજ્યો દ્વારા પારીત કરાયો છે અને તેને લાગુ કરનારું કર્ણાટક દેશનું નવમું રાજ્ય બન્યું છે.
એ જોતા કે ધર્માંતરણ એક ખતરો બનેલું છે અને હોસદુર્ગાના ધારાસભ્ય ગૂલીહટ્ટી શેખર તાજેતરનું ઉદાહરણ છે કે તેમની માતા ખ્રિસ્તી બન્યા છે. તેમણે કહ્યુ છે કે ધર્માંતરણના મુદ્દાને સમાજમાં વિશેષપણે ગ્રામી ક્ષેત્રોમાં ઘર્ષણ પેદા કર્યું છે અને આવી ઘટનાઓ થઈ છે. ઉડુપી અને મેંગલુરુમાં તાજેતરમાં ધર્માંતરણ સાથે જોડાયેલા મામલામાં આત્મહત્યાની ઘટના પણ સામે આવી હતી.

