HomeNationalભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં શરૂ થયું ખેડૂત આંદોલન, જગતાત ઉતર્યો રસ્તા ઉપર

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં શરૂ થયું ખેડૂત આંદોલન, જગતાત ઉતર્યો રસ્તા ઉપર

ભારતમાં ખેડૂતોના એક વર્ષ સુધી ચાલેલા લાંબા સંઘર્ષ બાદ પોતાનું આંદોલન પરત ખેંચી લીધું છે. ત્યારે હવે પાકિસ્તાનના પંજાબના ખેડૂતોએ પોતાનું આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. તે વીજબીલોમાં વધારે બિલીંગ અને ઘઉંના સમર્થન મુલ્યના મુદ્દા ઉપર પ્રાંતની સરકાર સામે પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતોએ કહ્યું છે કે, સરકાર ખેડૂતોની સમસ્યા ઉપર ધ્યાન નથી આપી રહી. પાકિસ્તાનના ખેડૂતો પીકેઆઈના પ્રતિનિધિઓએ લાહોરમાં સિવિલ સચિવાલયમાં મુખ્ય સચિવ કામરાન અલી અફઝલ સાથે પણ મુલાકાત કરી અને પોતાની સમસ્યાઓ અંગેની જાણકારી આપી હતી.

જો કે આ મુલાકાત બાદ ખેડૂતોએ પોતાનું ઉગ્ર પ્રદર્શન થોડા સમય માટે મુલતવી રાખ્યું છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે મુખ્ય સચિવ કામરાન અલી અફઝલે કહ્યું કે, ખેડૂતોએ કોઈપણ વાતની ચિંતા કરવાની જરૂર નથી. તેના વીજબીલોને માફ કરવા માટે વાતચીત ચાલી રહી છે. તો ઘઉંની કિંમતોને લઈને પણ સરકાર ચિંતિત છે. તે સિવાય પીકેઆઈ ખાલિદ હુસૈન બટે મુખ્ય સચિવને ખેડૂતોની સમસ્યાથી અવગત કરાવ્યાં હતાં.

મુખ્ય સચિવ કામરાને કહ્યું છે કે, આ કાર્યાલયના દરવાજા તમામ માટે હંમેશા ખુલ્લા રહ્યાં છે. ખેડૂતોએ પોતાની માગો માટે રસ્તા ઉપર ઉતરવાની કોઈ જરૂરત નથી. સરકાર ખેડૂતોની દરેક સમસ્યાનો હલ કરવા માટે કામ કરી રહી છે. વીજબીલો અને ઘઉંના સમર્થન મુલ્યના મુદ્દા ઉપર પ્રાંતીય સરકાર પહેલાથી જ સરકારના સંપર્કમાં છે.

તેણે કહ્યું છે કે, યુરીયાની નિશ્ચિત કિંમત ઉપર ઉપલબ્ધ કરાવવા માટે પ્રાશાસન આકરી મહેનત કરી રહી છે. ઘઉંના પાક અને કોઈને પણ તેના માધ્યમથી ઉત્પાદકોના શોષણ કરવાની અનુમતી આપવામાં નહીં આવે. ઓકારા અને કસુરના જિલ્લા પ્રશાસને રવિવારે મોડી રાત્રે લાહોર-મુલ્તાન રોડના વિવિધ વિસ્તારોમાં 2 હજારથી વધુ ખેડૂતોને રોક્યાં હતાં. આ પહેલા પ્રતિનિધિમંડળમાં અધ્યક્ષ ઉમૈર મસુદ સહિત ઈફ્તિખાર અહમદ, મહરી અકમલ અને મુહમ્મદ હુસેનનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW