મોરબી જીલ્લાની 197 ગ્રામ પંચાયત માટે તા 19 ના રોજ રવિવારથી મતદાન પ્રકિયા શરુ થઇ ચુકી છે જીલ્લામાં વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન પ્રકિયાનો પ્રાંરભ થયો હતો દરેક તાલુકાની ગ્રામ પંચાયતમાં વહેલી સવારથી મતદાન શરુ થઈ ગયું હતું.ગ્રામ પંચાયતમાં પોતાના ગામની વ્યક્તિને સરપંચ અને વોર્ડ સભ્ય ચુંટવા ગામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોરબી તાલુકાની વાત કરીએ તો રવાપર,લાલપર ત્રાજપર, માળિયા વનાળીયા,જેતપર,રાજપર,લખધીરનગર ,લીલાપર, મકનસર,જીવાપર,ચકમપર,બંધુનગર સહિતની 48 ગ્રામ પંચાયતમાં મતદાન યોજાઈ રહ્યું છે.

અને દરેક ગ્રામ પંચાયતમાં લોકોનો ઉત્સાહ દેખાઈ રહ્યી છે મોટા ભાગની ગ્રામ પંચાયતમાં લોકો વહેલી સવારથી જ મતદાન માટે પહોચી ગયા હતા.જેના કારણે મોટાભાગના મતદાન બુથ પર સવારથી લાંબી કતારો જોવા મળી હતી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
મતદાનની વાત કરીએ તો મોરબી જીલ્લાની 197 ગ્રામપંચાયતમાં પ્રથમ બે કલાકમાં કુલ ટકા મતદાન થયું છે.જેમાં સરપંચ પદ માટે 4.55 ટકા અને વોર્ડ સભ્ય માટે 2.43 ટકા મતદાન થયું હતું મતદારોની વાત કરીએ તો જીલ્લામાં કુલ 4053 પુરુષ મતદારો અને 1690 સ્ત્રી મતદારોએ વોર્ડ સભ્ય માટે અને સરપંચના ઉમેદવાર માટે 12 ,113 પુરુષ મતદાર અને 4630 સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો

