HomeGujaratIND vs SA/ VIDEO : દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો 'ચક દે ઈન્ડિયા'નો...

IND vs SA/ VIDEO : દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો ‘ચક દે ઈન્ડિયા’નો સીન, સાઉથ આફ્રિકામાં દ્રવિડ અને કોહલીની બે ટીમો વચ્ચે રમાઈ જોરદાર મેચ

દક્ષિણ આફ્રિકા,શનિવાર

   દક્ષિણ આફ્રિકા પહોંચ્યા બાદ ભારતીય ખેલાડીઓનો ક્વોરેન્ટાઈન સમય પૂરો થઈ ગયો છે. ક્વોરેન્ટાઈન સમય પૂરો થયા બાદ ટીમ ઈન્ડિયાએ પણ પ્રથમ પ્રેક્ટિસ માટે તૈયારી કરી લીધી. ટીમ ઈન્ડિયાના આ સેશનની શરૂઆત રેસ સાથે થઈ હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ક્વોરેન્ટાઈનમાંથી બહાર નીકળ્યા બાદ સૌથી પહેલા દોડ્યા હતા, જેનો ઉલ્લેખ ભારતીય ટીમના સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ સોહમ દેસાઈએ પણ કર્યો હતો.બીસીસીઆઈ દ્વારા દક્ષિણ આફ્રિકામાં ટીમ ઈન્ડિયાની પ્રથમ ટ્રેનિંગનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.

  દોડ સાથે તાલીમ સત્રની શરૂઆત કર્યા બાદ ટીમના ખેલાડીઓ ફૂટી રમ્યા હતા. આ માટે ટીમને બે કેમ્પમાં વહેંચવામાં આવી હતી. એક ટીમ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને બીજી ટીમ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી દ્વારા બનાવવામાં આવી હતી. સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ સોહમ દેસાઈએ જણાવ્યું કે તેમનો વિચાર હતો કે ક્વોરેન્ટાઈનમાંથી બહાર નીકળ્યા પછી ટીમને પહેલા દોડાવવી જોઈએ. તેણે ખેલાડીઓ વચ્ચે તાલમેલ વધારવા માટે ફૂટી રમવા પાછળનું કારણ જણાવ્યું. સોહમ દેસાઈના મતે આમ કરવાથી ટીમને આગામી સિરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે.

વિરાટે દ્રવિડના શોટના વખાણ કર્યા હતા
  બીસીસીઆઈના શેર વિડિયોમાં ખેલાડીઓ એકસાથે દોડતા જોવા મળે છે, તે ફિલ્મ ચક દે ઈન્ડિયાનું કોઈ દ્રશ્ય લાગે છે. ફૂટી દરમિયાન ખેલાડીઓ એકબીજા પર હાસ્ય કરતાં પણ જોવા મળ્યા હતા. તે જ સમયે, દ્રવિડે એવો શોટ માર્યો, જેની પ્રશંસા કરવાનું વિરાટ ચૂક્યો નહીં.

દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચવાની તૈયારી
  ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમાશે. ભારત આજ સુધી દક્ષિણ આફ્રિકામાં કોઈ શ્રેણી જીતી શક્યું નથી. પરંતુ આ વખતે ઈતિહાસ બદલવાની અને નવી સ્ક્રિપ્ટ લખવાનો ચાંસ ટીમ ઈન્ડિયા પાસે છે. હવે જોવાનું એ રહેશે કે વિરાટ એન્ડ કંપની, જે હાલમાં પ્રેક્ટિસમાં તો ખૂબ જ અસરકારક દેખાઈ રહી છે, તે સીરિઝ જીતીને ઇતિહાસ કેવી રીતે રચે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW