HomeGujaratરાજ્યમાં સિવિયર કોલ્ડવેવની આગાહી જાણો ક્યાં કેવી છે ઠંડીની અસર

રાજ્યમાં સિવિયર કોલ્ડવેવની આગાહી જાણો ક્યાં કેવી છે ઠંડીની અસર

આંબલીયારા, શનિવાર

   ગુજરાત રાજ્યમાં ગઈકાલે બપોર બાદ ઉત્તર તરફથી ભારે સૂસવાટા મારતા પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે કોલ્ડવેવે ની આગાહી કરવામાં આવી છે. હિમાલય વિસ્તારમાં ભારે હિમવર્ષાને લઈ ઉત્તર દિશાથી ફૂંકાતા તેજ પવનોથી સમગ્ર રાજ્યભરમાં શીત લહેર છવાઈ ગઈ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યના શિતમથક તરીકે જાણીતા નલિયામાં 2.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે,

   પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને જુનાગઢમાં લઘુત્તમ તાપમાન નોંધાશે. ગુજરાતના અનેક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. મોડી રાતે અને વહેલી સવારે સૂકા પવનો અનુભવાઈ રહ્યાં છે. હિમાલય વિસ્તારમાં ભારે હિમવર્ષાને લઈ ઉત્તર દિશાથી ફૂંકાતા તેજ પવનોથી સમગ્ર રાજ્યભરમાં શીત લહેર છવાઈ ગઈ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. કચ્છમાં પણ સિવિયર કોલ્ડવેવની અસર જોવા મળી છે. કચ્છમાં ઠંડા અને સૂકા પવન ફૂંકાઈ રહ્યાં છે. બીજી તરફ, નલિયામાં ઠંડીનો પારો આજે તળિયે પહોંચી ગયો છે. રાજ્યના શિતમથક નલિયામાં 2.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે રાજ્યનું સૌથી ઠંડું મથક નોંધાયું છે. ભૂજમાં પણ સવારથી ઠંડીનો ઠાર યથાવત છે. ભૂજમાં 10.0 ડિગ્રી તો કંડલામાં 12.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW