સરકારે ઈથેનોલ બ્લેંડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ બ્લેંડીંગ માટે ઉપયોગમાં લેવાનારા ઈથેનોલ માટે જીએસટીનો દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. પેટ્રોલ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ અંગેની જાણકારી આપી છે. મંત્રીએ જણાવ્યું છે કે, ઈથેનોલની બ્લેંડીંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી દરને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. તે ઈથેનોલ બ્લેંડેડ પેટ્રોલ હેઠળ બ્લેંડીંગ માટે ઈથેનોલ માટે લેવામાં આવ્યો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
શેરડી ઉપર બેઝ્ડ ફિટસ્ટોક જેવા સીએન્ડબી હૈવી મોલાસીસ, શેરડીનો જ્યુસ, ખાંડ, ખાંડનું સીરપથી ઉત્પાદીત થનારા ઈથેનોલની ખરીદી કિંમતો સરકાર નક્કી કરે છે. તેની સાતે અનાજ ઉપર આધારિત ફિડસ્ટોકથી ઉત્પાદીત ઈથેનોલી ખરીદી કિંમતને સાર્વજનિક ક્ષેત્રની માર્કેટિંગ કંપનીઓ વાર્ષિક આધાર ઉપર નક્કી કરે છે.

નિવેદન પ્રમાણે સરકારે દેશમાં બાયોફ્યુઅલનો ઉપયોગનો પ્રયાર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, તેના માટે સરકારે નેશનલ પોલિસી ઓન બાયોફ્યુઅલ, 2018 હેઠળ એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં પેટ્રોલની સાથે બ્લેંડ થનારા ઈથેનોલની વધતી સપ્લાઈ માટે બાયો ઈથેનોલનું ઉત્પાદન કરવા માટે એક વધારે ફીડસ્ટોકનો ઉપયોગ કરવાની પરવાનગી અપાઈ છે.

ઈથેનોલની સપ્લાઈ ઉપર ઉઠાવવા માટે પગલાના કારણે સરકારે દેશમાં પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ બ્લેંડીંગના લક્ષ્યને 2030થી ઘટાડીને 2025-26 કરી દીધું છે. સરકારે સેકન્ડ જનરેશન ઈથેનોલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી જીવન યોજનાને પણ નોટિફાઈ કરી છે. તેના માટે સરકાર દેશમાં નાણાકીય સમર્થન ઉપલબ્ધ કરાવશે.

સરકારે વિતેલા મહીનામાં પેટ્રોલમાં ભેળવવા માટે શેરડીમાંથી નીકળતા ઈથેનોલની કિંમતનો 1.47 રૂપિયા પ્રતિ લિટર સુધી વધારી દીધી છે. કિંમતો ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા 2021-22 નાણાકીય વર્ષ માટે વધારવામાં આવી છે. સરકારનું કહેવું છે કે પેટ્રોલમાં ઈથેનોલ વધારે ભેળવવાથી તેલનું આયાત બિલ ઓછું થશે અને તેનાથી શેરડીના ખેડૂતોની સાથે ખાંડની મીલોને પણ ફાયદો થશે.

