HomeNationalગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન,હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા હતા ઘાયલ

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન,હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા હતા ઘાયલ

તમિલનાડુ કુન્નૂર હેલિકોપ્ટર ક્રેશમાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું પણ નિધન થયું છે. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને અઠવાડિયા સુધી તેઓ મોતને મ્હાત આપતા રહ્યા હતા. પરંતુ આખરે તેમણે આજે અંતિમ શ્વાસ લીધો હતો.

શૌર્ય ચક્ર વિજેતા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધન સાથે સીડીએસ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશમાં મૃતકોની સંખ્યા 14 થઈ છે. 8મી ડિસેમ્બરે તમિલનાડુના કુન્નૂરમાં વેલિગ્ટન કોલેજમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા સીડીએસ બિપિન રાવત તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સૈન્યકર્મીઓના નિધન થયા હતા. આ તમામ મૃતકોને દિલ્હી લાવવામાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ 13 મૃતકોના અંતિમ સંસ્કાર થઈ ચુક્યા છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણસિંહ ગંભીર ઈજાઓ છતાં બચી ગયા હતા અને તેમને સારવાર માટે સેનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને બેંગલુરુ ખાતેની સેનાની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જો કે બુધવારે તેમણે આખરી શ્વાસ લીધો અને ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરીને આના સંદર્ભે જાણકારી આપી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW