HomeGujaratમોરબીના સફાઈ કામદારો માટે ખુશખબર: ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘર બનાવવા...

મોરબીના સફાઈ કામદારો માટે ખુશખબર: ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘર બનાવવા મળશે રૂ. 1.70 લાખની સહાય

યોજનામાં કોઈ આવક મર્યાદા નથી; ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ-ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિત પરિવારોના સામાજિક ઉત્થાન અને સુખાકારી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા ‘ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત પાત્રતા ધરાવતા અરજદારોને પોતાના રહેણાંકના પાકા મકાનો બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવશે.

ચાર હપ્તામાં ચૂકવાશે સહાય

આ કલ્યાણકારી યોજના હેઠળ લાભાર્થીઓને વ્યક્તિગત ધોરણે કુલ રૂ. 1,70,000/- (એક લાખ સિત્તેર હજાર) ની આર્થિક સહાય નિયમનુસાર ચાર સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે. સફાઈ કામદારોના સર્વાંગી હિતને ધ્યાને રાખીને આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારની આવક મર્યાદા રાખવામાં આવી નથી.

ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

મોરબી જિલ્લાના તમામ સફાઈ કામદારો અને તેમના આશ્રિતો આ યોજનાનો મહત્તમ લાભ લઈને પોતાના પાકા ઘરનું સપનું સાકાર કરી શકે તે માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા અરજદારોએ સરકારના સત્તાવાર પોર્ટલ https://eSamajkalyan.gujarat.gov.in (ઈ-સમાજ કલ્યાણ) પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે.મોરબી જિલ્લા નાયબ નિયામકની યાદીમાં જણાવાયું છે

વધુ માહિતી માટે અહીં સંપર્ક કરો: યોજનાની પાત્રતા, જરૂરી દસ્તાવેજો અથવા અન્ય કોઈ પણ વિગતવાર માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે અરજદારોએ નીચેના સરનામે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે:

  • સરનામું: જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, જિલ્લા સેવા સદન, સો ઓરડી, ઓફિસ નં. 46-47, મોરબી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW