HomeGujaratમોરબીવાસીઓએ વર્ષમાં 10,000થી વધુ કાર ખરીદી: ટુ-વ્હીલર અને ટ્રેક્ટરના વેચાણમાં પણ જબરદસ્ત...

મોરબીવાસીઓએ વર્ષમાં 10,000થી વધુ કાર ખરીદી: ટુ-વ્હીલર અને ટ્રેક્ટરના વેચાણમાં પણ જબરદસ્ત ઉછાળો

મોરબીના લોકો વાહન ખરીદીમાં હવે મોટા શહેરોને પણ ટક્કર આપી રહ્યા છે. વર્ષ 2025-26 દરમિયાન જિલ્લામાં કુલ 45,453 નવા વાહનો નોંધાયા છે, એટલે કે સરેરાશ દરરોજ લગભગ 124 નવા વાહનો રસ્તા પર ઉમેરાયા છે.

આમાં સૌથી વધુ 27,734 ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે, જ્યારે 10,059 ફોર-વ્હીલર પણ ખરીદાયા છે. સાથે સાથે ખેતી માટે 2,462 નવા ટ્રેક્ટર અને 2,443 માલવાહક વાહનો પણ નોંધાયા છે. આ આંકડાઓ દર્શાવે છે કે ખેતી અને ઉદ્યોગ બંને ક્ષેત્રોમાં વિકાસ તેજીથી આગળ વધી રહ્યો છે.

આ વધતી ખરીદીનો સીધો ફાયદો RTOની આવકમાં પણ જોવા મળ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આવકમાં 8.63 કરોડનો વધારો થયો છે અને કુલ આવક 131.05 કરોડ રૂપિયા સુધી પહોંચી છે, જ્યારે ગયા વર્ષે તે 122 કરોડ હતી.

એક રસપ્રદ બાબત એ છે કે હવે લોકો ઓનલાઈન પેમેન્ટ તરફ વધુ વળી રહ્યા છે, જેના કારણે ઓફલાઈન ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો છે. શૈક્ષણિક સંસ્થાઓથી લઈને ખાણ-ખનીજ ઉદ્યોગ સુધી, દરેક ક્ષેત્રમાં નવા વાહનોનો વધારો મોરબીની વધતી આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો સ્પષ્ટ સંકેત આપે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW