HomeGujaratમોરબી જિલ્લા પંચાયતમાં આવતીકાલે ખાસ સભા, સ્વભંડોળના કામને વહીવટી મંજુરી મળશે

મોરબી જિલ્લા પંચાયતમાં આવતીકાલે ખાસ સભા, સ્વભંડોળના કામને વહીવટી મંજુરી મળશે

મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે હાલના સદસ્યો પોતાના વિસ્તારોમાં વધુ વિકાસ કામોને ઝડપ આપીને ચૂંટણીમાં લાભ મેળવી શકે તેવા આશયથી ફરી એકવાર ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે.આ બેઠક તારીખ ૧૦ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪ વાગ્યે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાશે. વાર્ષિક બજેટ માટેની અગાઉની સભા પછી આને લગભગ અંતિમ સભા માનવામાં આવતી હતી, પરંતુ હવે ચૂંટણી પહેલાં પેન્ડિંગ વહીવટી અને તકનીકી મંજૂરીઓને બહાલી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.આ સભા દ્વારા સ્વભંડોળ અને રેતી રોયલ્ટી હેઠળના અનેક પેન્ડિંગ વિકાસ કામો (રસ્તા, પાણી પુરવઠો, શિક્ષણ વગેરે)ને અમલમાં મૂકવા માટે તાત્કાલિક મંજૂરીઓ મળી શકે છે. આવી અંતિમ તબક્કાની બેઠકો પર વિપક્ષીઓ તરફથી “ચૂંટણીલક્ષી” નિર્ણયોના આક્ષેપો પણ થતા રહે છે.

આવતીકાલે મળનારી ખાસ સામાન્ય સભા લેવાનાર એજન્ડા જોઈએ તો

સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા

સામાન્ય સભાની ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા .

જિલ્લા પંચાયતની જુદી-જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા

સદસ્યઓ તરફથી મળેલ કોઈ પ્રસ્તાવ હોય તો તે બાબત.

જિલ્લા પંચાયત સ્વભંડોળ તથા રેતી રોયલ્ટીના જે કામોની સૈયાંતિક (તકનીકી/વહીવટી) મંજૂરી આપેલ હોય અને અમલ (વહીવટી) બાકી હોય તેવા તમામ તથા રજૂ થયેલ કામોને વહીવટી મંજૂરી આપવા બાબત.

જિ.પ. સ્વભંડોળ અને જિ.પ. રેતી રોયલ્ટીના રજૂ થયેલ કામોને સૈયાંતિક મંજૂરી તેમજ બહાલીની અપેક્ષાએ અગાઉ આપેલ સૈયાંતિક મંજૂરીના કામોને બહાલી આપવા બાબત.

જિ.પ. સ્વભંડોળ અને જિ.પ. રેતી રોયલ્ટીની બહાલીની અપેક્ષાએ અગાઉ આપેલ વહીવટી મંજૂરીના કામોને બહાલી આપવા બાબત.

જિ.પ. સ્વભંડોળ અને જિ.પ. રેતી રોયલ્ટીના રજૂ થયેલ હેતુફેર (Purpose Change / Re-appropriation)ના કામોને સૈયાંતિક મંજૂરી તેમજ બહાલીની અપેક્ષાએ અગાઉ આપેલ હેતુફેરની સૈયાંતિક મંજૂરીના કામોને બહાલી આપવા બાબત.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW