HomeGujaratમોરબીમાં ખાણી-પીણીનાં ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગની ચેકિંગ ઝુંબેશ! એક સપ્તાહમાં 56 સ્થળે...

મોરબીમાં ખાણી-પીણીનાં ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગની ચેકિંગ ઝુંબેશ! એક સપ્તાહમાં 56 સ્થળે તપાસ, 32 ને નોટિસ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં ફૂડ સેફ્ટીને લઈને કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત હોટલ-રેસ્ટોરન્ટ, બેકરી, મીઠાઈની દુકાનો, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ સહિતના સ્થળો પર વ્યાપક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ સપ્તાહ દરમિયાન ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોએ શહેરના કુલ 56 ખાદ્ય પદાર્થ વેચતા વિક્રેતાઓની મુલાકાત લીધી હતી. નિરીક્ષણ દરમિયાન રવાપર રોડ, લાલબાગ, ગાંધીચીક નાસ્તાગલી જેવા વિસ્તારોમાં સ્ટ્રીટ ફૂડ અને અન્ય ખાણી-પીણીના સ્થળોની તપાસ કરવામાં આવી.

આ દરમિયાન અનેક ગંભીર ખામીઓ નોંધાઈ હતી, જેમ કે:

– અખાદ્ય (અસુરક્ષિત) કલરનો વધુ પડતો ઉપયોગ
– વાસી અને બગડેલો ખોરાક
– એક્સપાયરી ડેટ પસાર થયેલા ખાદ્ય પદાર્થો
– ફૂડ લાઇસન્સ/રજિસ્ટ્રેશનનો અભાવ
– અનહાઇજેનિક (અસ્વચ્છ) સ્થિતિ

આવા અખાદ્ય તત્વો અને ખરાબ ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને:

– જે. કે. હોટલમાં અખાદ્ય કલરનો જથ્થો નાશ કરાયો.
– રવાપર રોડ પર આવેલા શિવ પાવભાજીમાંથી વાસી ખોરાક નાશ કરાયો.
– રવાપર રોડ પર આવેલા વિરાટ પાવભાજી અને ગુરુકૃપા પાવભાજીમાં અખાદ્ય કલરનો ઉપયોગ જોવા મળતા તેનો નાશ કરાયો.
– રવાપર રોડ પર આવેલા ભવાની સ્વીટમાં એક્સપાયરી ડેટ વાળા પદાર્થોનો સ્થળ પર નાશ કરાયો.

આ ઉપરાંત 32 ખાણી-પીણીના ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ ન કરાવવા, અસ્વચ્છતા અને અન્ય બેદરકારી બાબતો અંગે નોટિસ ફટકારવામાં  આવી છે.

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં આ ચેકિંગ કામગીરીને વધુ સઘન અને કડક બનાવવાની જાહેરાત કરી છે.અને  ખાણી-પીણીના ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવી  છે કે અનહાઇજેનિક અને વાસી ખોરાકનો ઉપયોગ ન કરે. અખાદ્ય કલરનો બિલકુલ ઉપયોગ ન કરે.
– પોતાના ધંધા માટે FSSAI ફૂડ લાઇસન્સ/રજિસ્ટ્રેશન ઓનલાઇન (foscos.fssai.gov.in) પર તાત્કાલિક મેળવી લે.નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે કે ખરાબ ગુણવત્તાવાળા ખોરાકથી દૂર રહે અને આવા કિસ્સાઓની જાણ કરે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW